- રાજ્યમાં ખૂણે-ખૂણે નકલીનો વેપલો
- આરોગ્ય વિભાગની ટીમોએ કર્યો પર્દાફાશ
- શિયાળામાં જોઈને ખાજો નહીં તો સ્વાસ્થ્ય બગડશે
હવે શિયાળો શરૂ થઈ રહ્યો છે. અલગ અલગ આયુર્વેદિક ચીજો, વસાણાંઓ અને સ્ફૂર્તિદાયક ચીજો ખાવાનું ચલણ વધશે. લોકો ઘરે નથી બનાવી શકતા તો બહારથી લઈને ખાય છે પરંતુ આ શિયાળો તમારા માટે ખતરનાક બની શકે છે. કેમ કે ગુજરાતમાં ઠેરઠેર હાલ મિલાવટના મેગામોલ ચાલી રહ્યા છે. એટલે બહારની ખાણીપીણીની ચીજો ખાતા પહેલા ચેતવું જરૂરી છે.
હાલમાં અમદાવાદ શહેરમાં ઓરિજિનલ તાડીના બદલે કેમિકલવાળી તાડી ઝડુપાઈ છે. પોલીસે કેમિકલ યુક્ત તાડી બનાવી વેચનારની ધરપકડ કરાઈ. પોલીસે બાતમીનાં આધારે રામોલનાં રાજનગરનાં છાપરામાં દરોડા પાડ્યા હતા. ભરત ચુનારા અને સમીર શેખ નામનાં શખ્સની ધરપકડ કરી છે. રૂ 1.38 લાખની કિંમતનું 138 કિલો કેમિકલ જપ્ત કર્યું હતું. બંને આરોપીની ધરપકડ કરી રૂ 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કેમકલયુક્ત તાડીના કારણે ઘણાં લોકોના આરોગ્ય બગડી શકે તેવી શક્યતાઓ હતી.
આરોગ્ય વિભાગની ટીમોએ અમદાવાદ સહિત રાજ્યભરમાં બનાવટી દવાનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ બાબતે ઈસનપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. માહિતી પ્રમાણે 4ની સામે કેસ નોંધાયો હતો. ત્યારે આ બનાવટી દવામાં પોલીસે નારોલનાં મૂન મેડિકલ સ્ટોરનાં માલિક વિશાલ મકવાણાની ધરપકડ કરી હતી. આ મામલે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.
મનપાની આરોગ્ય ટીમોએ અમદાવાદ શહેરમાંથી ઘી-પનીરનાં લીધેલ નમૂનાં ફેલ થયા હતા. પાલડી જલારામ પરોઠા હાઉસમાંથી પનીર સેમ્પલ લેવાયચા હતા. જે ક્વોલિટીમાં ફેલ થયા હતા. જૂના માધુપુરાનાં એચ.પી. ફૂડ્સમાંથી લીધેલા ઘીનાં નમૂનાં પણ ખાવા યોગ્ય મળ્યા નથી. જ્યારે નિકોલ સહજાનંદ ઘી પાર્લરમાંથી લીધેલ ઘી નમૂના ફેલ થયા હતા. મેમનગરનાં શ્રીજી ડેરી પાર્લરમાંથી લીધેલા ઘીના સેમ્પલ ફેલ થયા હતા. આમ અમદાવાદ શહેરમાંથી લેવામાં આવેલા ઘણાં નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ ક્વોલિટીના જોવા મળ્યા હતા.
ખેડામાંથી હળદર, ઘી બાદ પાચન માટે વપરાતા ઈનો સોડાની નકલી ફેક્ટરી ઝડપાઈ છે. માતર જીઆઈડીસીમાં ઈનો બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. ઈનો જેવો જ પાવડર વાપરી ઈનો કંપનીના નામ હેઠળ વેચાણ કરતા હતા. ત્યારે આ બાબતે માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ નકલી ઈનોના 22200 પેકેટ જપ્ત કરાયા હતા. અમદાવાદ, રાજસ્થાન, યુપીનાં 3 લોકોની ધરપકડ કરાઈ હતી. દિવાળી પહેલા ખેડામાંથી આવી નકલીની ફેક્ટરીઓ ઝડપાતા લોકોમાં હડકંપ મચી ગયો છે.
બનાસકાંઠા જિલ્લાની અંદર ડીસા GIDCની પાસે આવેલી PN ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પદ્મનાથ ફૂડ પ્રોડક્ટ ફેક્ટરીમાં આરોગ્ય વિભાગની ટીમોએ દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ફેક્ટરી માલિકે મુખ્ય ગેટ ન ખોલતા મુખ્ય દરવાજો અને કંપાઉન્ડવોલ કૂદીને અંદર જવું પડ્યું હતું. ફેક્ટરીમાં શાશ્વત, પારેવા, સુખ, શુભ સહિતની બ્રાન્ડના નામે આખાદ્ય ઘી પેકિંગ કરવામાં આવતું હતું. જેથી આ ઘીના સેમ્પલો લઈ આ શંકાસ્પદ ઘીની 25 પેટીઓ તેમજ 4 હજાર 700 પાઉચ જેટલો જથ્થો સીઝ કરાયો હતો. શુદ્ધ ગાયના ઘીના નામે વનસ્પતિ તેલમાં એસેન્સ કેમિકલ વગેરે ભેળવીને આ ઘી બનાવી બજારમાં શુદ્ધ ઘીના નામે વેચાણ કરવામાં આવતું હતું. જો કે હાલ આ મામલે આરોગ્ય વિભાગની ટીમે સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપ્યા છે.