- હરિયાણામાં 20 ફેબ્રુઆરી સુધી લંબાવાયો ઈન્ટરનેટ પરની પ્રતિબંધ
- સરકાર દેશભરમાં 23 પાક પર MSP લાગુ કરે: ખેડૂત નેતા
- “21 ફેબ્રુઆરીના રોજ 11 વાગે કિસાન શાંતિપૂર્ણ દિલ્હી કૂચ કરશે”
ખેડૂત આંદોલનમાં સામેલ સંગઠનોની કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે થયેલ ચોથી બેઠક પણ અનિર્ણિત રહી છે. હરિયાણાના શંભુ બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધા હતા. કેન્દ્ર સરકાર સાથેની વાતચીતના બીજા દિવસે એટલે કે સોમવારે 19 ફેબ્રુઆરીલો દર ખેડૂત સંગઠનોએ કહ્યું કે અમે બેઠકમાં સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરી. સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રસ્તાવને ધ્યાનથી જોવામાં આવે તો તેમાં કશું જ દેખાતું નથી.
‘MSPથી સરકાર પણ નહીં પડે બોજ’
ખેડૂત સંગઠનો તરફથી કહેવામાં આવ્યું છે કે MSP પરના કાયદાથી સરકાર પર કોઈ પ્રકારનો બોજ નથી પડતો. ખેડૂતો આંદોલનમાં સામેલ સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેમણે કહ્યું છે કે અમે સરકારના પ્રસ્તાવને સ્વીકારતા નથી.
’23 પાક પર લાગુ થાય MSP’
ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દેશભરમાં 23 પાક પર MSP લાગુ કરે. તેમણે કહ્યું કે આ પ્રસ્તાવ ખેડૂતોના હિતમાં નથી, અમે તેને રદ કરીએ છીએ. તેમણે કહ્યું કે સરકારની નિયતમાં ખોટ છે. અમને MSP પર ગેરંટી જોઈએ છે.
સરકાર ખેડૂતોના મુદ્દે નથી ગંભીર
પંઢેરે કહ્યું કે અમે બેઠકમાં જઈ રહ્યા છીએ તો સરકારના મંત્રી 3 કલાક બાદ આવે છે. તેનાથી ખ્યાલ આવે છે કે ભારત સરકાર ખેડૂતોના મુદ્દાને લઈને કેટલી ગંભીર છે. તેમણે કહ્યું કે 21 ફેબ્રુઆરીના રોજ 11 વાગે કિસાન શાંતિપૂર્ણ રીતે દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કરશે.
20 ફેબ્રુઆરી સુધી હરિયાણામાં વધ્યો ઈન્ટરનેટ પ્રતિબંધ
ખેડૂતો હરિયાણાની બોર્ડર પર સતત ધરણાં કરી રહ્યા છે. ખેડૂત આંદોલનમાં અત્યારસુધીમાં 3 ખેડૂતોના મોત થઈ ચૂક્યા છે અને એક જીઆરપી ઇન્સ્પેકટરનું પણ મોત થયું છે. પંજાબ અને હરિયાણાના સાત-સાત જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હરિયાણામાં ઈન્ટરનેટ પરની પ્રતિબંધ 20 ફેબ્રુઆરી સુધી લંબાવી દેવામાં આવ્યો છે.


