- ઉત્તર ગુજરાતમાં ભયંકર અકસ્માત
- 4 લોકોના મોતથી ચકચાર
- રાધનપુર-ભાભર હાઈવે પર ગોઝારી દુર્ઘટના
ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર-ભાભર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં એક ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં કુલ 4 લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં ગુજરાતમાં વાહન અથડામણોની ઘટનાઓમાં ઘણો તીવ્ર ઉછાળો નોંધાયો છે. જેના પગલે ઘણાં નિર્દોષ લોકોને શારીરિક હાનિ અથવા જાનમાલનું નુકસાન પણ સહન કરવું પડે છે. ખાસ કરીને ઓવરસ્પીડિંગના વધતા ચલણ, રોંગસાઈડથી વાહન ચલાવવું, સગીર વયના ન હોય તેવા બાળકોને વાહન ચલાવવા આપવા જેવા અનેક ચલણના લીધે આ દૂષણ વધતું જ જઈ રહ્યું છે. વાહન અકસ્માતની વિવિધ ઘટનાઓમાં મોટી સંખ્યામાં લોકો હતાહત પણ થતા હોય છે. ત્યારે આવો જ એક ગોઝારો અકસ્માત આજે ગોસણ હાઈવે પર નોધાવા પામ્યો હતો. આ ઘટનામાં કાર સવાર કડીથી ભાભર તરફ આવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો કુરચો થઇ ગયો હતો. જે બાદ કારમાંથી લાશ JCBની મદદથી બહાર કાઢવામાં આવી હતી. મૃતકોને ભાભર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયા છે. આ અકસ્માતમાં માળી સમાજના 4 લોકોના મોત થતાં માળી સમાજના આગેવાનો સમાજના લોકો દોડી આવ્યા હતા. હાલમાં માળી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
ઘટનાની જાણકારી પ્રમાણે ગોસણ હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી, જેના લીધે ઘટનાસ્થળે જ 2 લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાધનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લી માહિતી પ્રમાણે આ ઘટનામાં કુલ 4 લોકોના મોત નિપજ્યા હોવાની જાણકારી સામે આવી હતી.
આ ગોઝારા અકસ્માતની વધુ એક જાણકારી અનુસાર ગંભીર ઘાયલોને વધુ સારવાર માટે પાટણ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ ઘટનામાં જે અન્ય ઘાયલો છે તેમની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસે પણ કાયદાકીય રીતે આગળની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ જિલ્લાના રાધનપુર-ભાભર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જ્યાં ટ્રેલર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠાના ગોશણ ગામ નજીક આ ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા છે ત્યાં જ 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં એક પુરુસ અને 2મહિલા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે. ત્યાં જ આ અકસ્માત બનાસકાંઠાના માળી પરિવારને નડ્યો હોવાનું સામે આવ્યું છે.