જૂનાગઢ નજીક આજે સાંજે ધોરાજી ચોકડી પાસે એક ખાલી ઓઇલ ટેન્કર અને ફેબ્રિકેશનના સામાન વચ્ચે વેલ્ડિંગ કામ ચાલુ હતું. અચાનક સ્પાર્ક પડતાં આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. નજીકમાં ટ્રાન્સફોર્મર (ટીસી) હોવાથી મોટી દુર્ઘટનાનો ભય સેવાયો હતો, પરંતુ પીજીવીસીએલની ટીમે તુરંત વીજપૂરવઠો બંધ કરી દેતાં મોટી ઘટના બનતા અટકી ગઈ હતી.
2000 લીટર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી
આગની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. થોડી જ મિનિટોમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને 2000 લીટર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ઘટનાસ્થળે ખાલી ઓઇલ ટેન્કર અને વેલ્ડિંગનો સામાન હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી.
થોડી વાર માટે રોડ પર વાહનોની અવરજવર અટકી
આ ઘટનાથી થોડી વાર માટે રોડ પર વાહનોની અવરજવર અટકી હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ફાયર સ્ટાફની સતર્કતા અને પીજીવીસીએલના સમયસરના પગલાંથી મોટું નુકસાન ટળ્યું હતું.
આ પણ વાંચો—- Gujarat Flashback 2025 : આ વર્ષે ડ્રગ માફિયાઓ સામે ગુજરાત પોલીસની અસરકારક કામગિરી, કરોડો રુપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું


