ગાંધીનગરના સેક્ટર-26 વિસ્તારમાં આવેલા ન્યુ ગ્રીન સિટીમાં મારામારીની ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મારામારી PG (પેઇંગ ગેસ્ટ) આવાસની બહાર થઈ હતી.
PGની બહાર થયો ઝઘડો
સેક્ટર-26, ન્યુ ગ્રીન સિટી વિસ્તારમાં આવેલા એક PGની બહાર યુવકોના બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો, જેણે જોતજોતામાં મારામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે, જેના કારણે આ બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ગેરકાયદે PG સામે રોષ
આ ઘટના સાથે જ સેક્ટર-26માં ચાલતા ગેરકાયદેસર PG (પેઇંગ ગેસ્ટ) આવાસના કારણે સ્થાનિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે અનધિકૃત રીતે ચાલતા આ PGના કારણે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ ઉભી થઈ રહી છે, અને તેઓ સતત પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોએ આશા વ્યક્ત કરી છે કે વાયરલ વીડિયો અને વિરોધને ધ્યાનમાં લઈને પ્રશાસન આ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર PG સામે કડક પગલાં લેશે.


