ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ક્રિકેટ સ્કોરને બદલે લોકો નોટબંધીમાં 4000 રૂપિયા કેવી રીતે બદલાવવા તેની ચર્ચા હતી
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાવાની હતી. 9 નવેમ્બરે 2016 ના રોજ ટેસ્ટ મેચ શરૂ થવાનો હતો. પરંતું તેના આગલા દિવસે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ પ્રવચન કરીને નોટબંધી ની જાહેરાત કરી હતી. 8 નવેમ્બર રાત્રે 8 વાગ્યે મોદીએ જાહેરાત કરતાની સાથે જ દેશભરમાં અફડાતફડી મચી ગઈ હતી. ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પણ નોટબંધીને કારણે પ્રેક્ષકોની પાંખી હાજરી જોવા મળી હતી.
એક રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ પણ જ્યારે પોતાની હોટલમાં રાષ્ટ્રજોગ પ્રવચન સાંભળી રહ્યા હતા ત્યારે નોટબંધીની જાહેરાત થતાં જ સાતાવાર રિપોર્ટ અનુસાર ક્રિકેટરોએ પણ પોતાના મેનેજરો અને ચાર્ટડ એકાઉન્ટન્ટને ફોન કરીને હવે શું કરવું તેની સલાહ માંગી હતી. ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ક્રિકેટના સ્કોરને બદલે લોકો નોટબંધીમાં 4000 રૂપિયા કેવી રીતે બદલાવવા તેની ચર્ચા વધુ કરતા હતા.