- બોરસદ રૂરલ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ આદરી
- હુ તમારી દીકરીને પ્રેમ કરૂ છુ કહેતાબે પરિવારો વચ્ચે મારામારી
- લાકડાનો ડંડો યુવાનને માર મારતાં ડાબા હાથના કાંડા ઉપર ડંડો મારીને ફ્રેક્ચર કરી નાખ્યું હતું
બોરસદ તાલુકાના નાપા તળપદ ગામે કિશોરી સાથેના પ્રેમસંબંધને લઈને બે પરિવારો વચ્ચે મારામારી થતા પાંચને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે બોરસદ રૂરલ પોલસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વહીદાબાનુ આરીફમીયા કાજીએ આપેલી પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના પુત્ર ઈમરાનમીયા તથા સગીર પુત્રી સહિત ઘરના સભ્યો હાજર હતા ત્યારે રૈયાન સલીમમીયા કાઝીએ કિશોરીનો હાથ પકડીને હુ તમારી દીકરીને પ્રેમ કરૂ છુ જેથી તમે મારી સગાઈ તેની સાથે નહીં કરાવો તો હું આને ભગાડીને લઈ જઈશ તેમ કહીને અને આરીફમીયાને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. તેનું ઉપરાળુ લઈને તેનો ભાઈ તારીફમીયા સલીમમીયા કાઝી લાકડાનો ડંડો ઈમરાનમીયાને મારતાં ડાબા હાથના કાંડા ઉપર ડંડો મારીને ફ્રેક્ચર કરી નાખ્યું હતું. થોડીવારમાં બન્નેનું ઉપરાળુ લઈને સરફરાઝખાન ઉર્ફે કૈલા કૈયુમખાન પઠાણે ફારૂકમીયાને ડાબા હાથ ઉપર મારી દેતા ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા.
જ્યારે સામાપક્ષે રીઝદાનબાનુ સલીમમીયા કાઝીએ આપેલી પોતાની ફરિયાદમાં જણવ્યું કે, ઈમરાનમીયાની બહેન શનાબાનુએ તેના દીકરા રૈયાનને ફોન કરીને પોતાના ઘરે વાતચીત કરવા માટે બોલાવ્યો હતો. જેથી રૈયાન અને તેનો ભાઈ તારીફ રીઝવાનબાનુના ઘરે ગયા હતા. જ્યાં ઈમરાનમીયાએ એકદમ ઉશ્કેરાઈ જઈને ગમે તેમ અપશબ્દો બોલવા લાગતા બન્ને પોતાના ઘરે જતા રહ્યા હતા. દરમિયાન ઈમરાનમીયા આરીફમીયા કાઝી, ફારૂકમીયા સલીમમીયા કાઝી હાથમાં લાકડીઓ લઈને રીઝવાનાબાનુના ઘર આગળ જઈને રૈયાનને ગમે તેમ અપશબ્દો બોલીને ગડદાપાટુનો માર મારવાનું ચાલુ કરી દીધું હતું. જેથી તેણી છોડાવવા વચ્ચે પડતા ઝપાઝપીમાં તારીફને બન્ને પગે ઇજા થઇ હતી. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા.