ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ વર્ષ 2025માં મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી. પોતાના શાનદાર પ્રદર્શનથી કોહલીએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું. વિરાટ કોહલી આ વર્ષમાં તેના અંગત જીવન અને ક્રિકેટ રમતને લઈને સમાચારમાં રહ્યો. વિરાટ અને અનુષ્કા લંડન શિફ્ટ થવા તેમજ તેની મિલકતને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત જયારે તેણે મોટી સિદ્ધિ મેળવી તેની ખુશી તેના માટે થોડા દિવસ પૂરતી રહી. તેના બાદ દુઃખદ બનાવ બનતા વિરાટની ખુશી પર જાણો ગ્રહણ લાગ્યું હોય તેવું તેના ફેન્સને લાગ્યું હતું. આ વર્ષ એટલે જ વિરાટ કોહલી માટે મિશ્ર રહ્યું. 2025માં કોહલીની કારકિર્દીમાં પાંચ સીમાચિહ્નો જોવા મળ્યા જેણે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું.
વિરાટ 12 વર્ષ પછી ફરી ચેમ્પિયન બન્યો
વર્ષની શરૂઆતમાં રમાયેલ ચેમ્પિયન ટ્રોફીમાં વિરાટ કોહલીએ સારું પ્રદર્શન કર્યું હતું. 9 માર્ચે, ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને 12 વર્ષ પછી ફરીથી ટુર્નામેન્ટ જીતી હતી. આ સિદ્ધિમાં વિરાટ કોહલીની મુખ્ય ભૂમિકા હતી. આ ટ્રોફીમાં પાકિસ્તાન સામે મેચ વિજેતા સદી ફટકારી અને પછી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 84 રન બનાવ્યા હતા. ટુર્નામેન્ટમાં 218 રન બનાવતા પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મેળવ્યો અને ભારતનો બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની સિદ્ધિ મેળવી.
ક્રિકેટમાં નિવૃત્તિની જાહેરાત કરી ફેન્સને આંચકો આપ્યો
ચેમ્પિયન ટ્રોફિમાં વિરાટના પ્રદર્શન તેના ફેન્સ ખુશ હતા. પરંતુ થોડા જ સમયમાં કિંગ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાં નિવૃત્તિની જાહેરાત કરી સૌને ચોંકાવી દિધા. આ નિર્ણયથી ફેન્સનો આંચકો લાગ્યો. ટેસ્ટ ક્રિકેટમાં લગભગ 14 વર્ષ પછી, વિરાટ કોહલીએ તેના મનપસંદ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ નિર્ણયથી વિરાટની 123 મેચની ટેસ્ટ કારકિર્દીનો અંત આવ્યો, જે 10,000 રન બનાવ્યા વિના અને માત્ર 46 ની સરેરાશ સાથે સમાપ્ત થઈ.
17 વર્ષના ઇંતેજારનો અંત, જીત્યું આઈપીએલ ટાઈટલ
વિરાટના પ્રદર્શનને લઈને જયારે વિવેચકો તેની ટીકા કરી રહ્યા હતા ત્યારે ફરી પોતાનો સારું પ્રદર્શન કરી તમામને ચૂપ કરી દીધા. 17 વર્ષથી ઈચ્છતો હતો. ફક્ત વિરાટ જ નહીં, પરંતુ તેના ચાહકો પણ આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. 3 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને પ્રથમ વખત IPL ટાઇટલ જીત્યું.
ODI શ્રેણીમાં પ્રદર્શન કરી લોકોને ચોંકાવ્યા
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, કોહલી એક-ફોર્મેટનો ખેલાડી બની ગયો છે, પરંતુ તે ફોર્મેટમાં પણ, તેના ભવિષ્ય વિશે અટકળો ચાલુ રહે છે. ODI શ્રેણીમાં તેની શરૂઆત, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન, ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. શ્રેણીની પ્રથમ અને બીજી મેચમાં, કોહલી સતત બે શૂન્ય આઉટ થયો, જે તેની કારકિર્દીમાં પ્રથમ હતો.
સચિનનો રેકોર્ડ તોડી નોંધાવી સિદ્ધિ
દક્ષિણ આફ્રિકા સામે રાંચી ODI માં, કોહલીએ તેની 52મી ODI સદી ફટકારી. આ સાથે, તેણે સચિન તેંડુલકરનો એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદી (ટેસ્ટમાં 51) બનાવવાનો રેકોર્ડ તોડ્યો. કોહલીએ શ્રેણીનો અંત રેકોર્ડ 303 રન સાથે કર્યો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રેકોર્ડ 22મી વખત પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે જાહેર થયો. કોહલી 2025 માં 651 રન સાથે ભારતનો સૌથી વધુ ODI રન બનાવનાર ખેલાડી હતો. વધુમાં, તે છેલ્લા બે વર્ષથી ICC રેન્કિંગમાં ટોપ-2 સ્થાનથી નીચે સરકી ગયો હતો, જે 5મા સ્થાને આવી ગયો હતો.


