વધુ પડતી ગરમીના કારણે શહેરોને આડ-અસર થઇ હતી. ભારે વરસાદ, પુરનો પ્રકોપ અને ભૂસ્ખલને ઘણા વિસ્તારો નાશ કર્યા હતા.
દેશમાં આપદાઓની અસર
ભારતમાં આ કહેરનો જબરદસ્ત કહેર જોવા મળ્યો હતો. વીજળી ત્રાટકવી, ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ઇમરજન્સી સેવાઓ અને તંત્રના વ્યવસ્થાની પરીક્ષા લેવાઇ હતી. વાતાવરણમાં થયેલા બદલાવના કારણે 12 રાજ્યોમાં વીજળી પડી હતી અને લોકોના મોત થયા હતા. વર્ષભરમાં 162 લોકો મોતને ભટ્યા હતા. ઉત્તર ભારતમાં સતત ગરમીનો પ્રભાવ યથાવત્ રહ્યો હતો. મોટા શહેરોમાં તાપમાન 30 ડિગ્રીને પાર જોવા મળ્યુ હતુ.
પૂર્વોત્તરમાં પ્રી-મોનસૂન વરસાદ પડ્યો
અસમ, મણિપુર અને મિઝોરમમાં અભૂતપૂર્વ પ્રી-મોનસૂન વરસાદે મોટા પ્રમાણમાં પૂર અને ભૂસ્ખલન પેદા થઇ હતી. મણિપુરમાં ભૂસ્ખલને પ્રમુખ રાજમાર્ગો સાથે સંપર્ક તોડ્યો હતો. જેના કારણે જન-જીવન પ્રભાવિત થયુ હતુ. 10 જુલાઇના રોજ ઝજ્જર પાસે 4.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના આગામી દિવસે 3.7 તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.દિલ્હી-એનસીઆરમાં લોકોએ આ આંચકા અનુભવ્યા હતા.
વાવાઝોડાનો કહેર
મોંથાએ આંધ્રપ્રદેશના દરિયા કિનારે હવા અને ભારે વરસાદના કારણે તબાહી મચાવી હતી. મોટા પ્રમાણમાં લોકો સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતરીત કરાયા હતા. ચક્રવાત દિત્વાહએ તમિલનાડુમાં ભારે વરસાદનો કહેર જોવા મળ્યો હતો. ચેન્નઇમાં પૂરના કારણે પરિવહન, શાળા અને ઓફિસ પ્રભાવિત થયા હતા. પ્રાણીઓ પણ આ કુદરતી કહેરનો ભોગ બન્યા હતા. આર્થિક નુકસાન થતા ઇકોનોમીને મોટી અસર થઇ હતી.
ભૂકંપ અને ગ્લોબલ વોર્મિંગની અસર
કૈલિફોર્નિયાના પાલિસેડ્સ અને ઇટનમાં લાગેલી જંગલના આગથી ભારે આર્થિક નુકસાન થયુ હતુ. અને વર્ષની શરૂઆતમાં ચરમ મૌસમની ચેતવણી અપાઇ હતી. મ્યાનમારમાં 7.7 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં 3 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. દક્ષિણ અને પશ્ચિમ યૂરોપમાં સતત 45 ડિગ્રી તાપમાન રહ્યુ હતુ. કેટલાયે લોકો ગરમીથી માર્યા ગયા હતા. ભારે વરસાદના કારણે ફ્લેશ ફ્લડ્સ આવી હતી. જેના કારણે મોટા ભાગના લોકો માર્યા ગયા હતા.


