- ખાલી પેટે કાચુ લસણ ચાવી જવાથી થશે ફાયદો
- લસણની ચા પી શકાય છે
- લસણ અને મધનું સેવન પણ આપશે લાભ
ભોજનમાં લસણનો ઉપયોગ કરવામાં આવે તો ભોજનનો સ્વાદ, સુગંધ બધું બદલાઈ જાય છે. આ ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે, એટલું જ નહીં તે હેલ્થ માટે પણ લાભદાયી રહે છે. કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવાથી લઈને ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે તે અનેક વર્ષોથી ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. તમે તેને ડાયટનો ભાગ બનાવીને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખી શકો છો. તો જાણો લસણનું સેવન કઈ રીતે કરવાથી તમને ફાયદો મળશે.
કાચુ લસણ ખાઓ
ખાલી પેટે કાચા લસણનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે અને સાથે હ્રદયને હેલ્ધી રાખવામાં મદદ મળી શકે છે. તે ડાયાબિટીસના દર્દી માટે પણ સારું માનવામાં આવે છે. કાચા લસણમાં મળતા યૌગિક એલિસિન, કોલેસ્ટ્રોલ ઘટવાથી લઈને લોહીને પાતળું કરે છે. આ લાભ મેળવવા માટે સવારે એક ગ્લાસ પાણીની સાથે કાચું લસણ ખાઈ લેવું લાભદાયી છે.
લસણની ચા પીઓ
લસણની ચા પીવાથી પણ ફાયદો થશે. લસણની ચા બનાવવા માટે લસણની એક કળીને કૂટી લો અને એક કપ પાણીમાં મિક્સ કરો. આ પછી થોડીવાર ગેસ પર ઉકાળો. તેમાં એકથી 2 ચમચી તજ ઉમેરો અને ફરી થોડું ઉકળવા દો. પછી તેને ગાળીને કપમાં કાઢી લો. હવે તેમાં મધ અને અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો.
લસણ અને મધ
લસણને ખાવાનો એક સારો વિકલ્પ એ છે કે તમે લસણની કળીને 3-4 ટુકડામાં કાપી લો. તેને ચમચી પર રાખો અને તેમાં મધના ટીપાં ઉમેરો. થોડી મિનિટો સુધી આ રીતે રાખો. પછી લસણને ચાવીને ગળી જાઓ. તેનો સ્વાદ કડવો લાગે તો એક-બે ઘૂંટડા પાણી પી લો, આમ કરવાથી કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસમાં રાહત મળી જશે અને સાથે એસિડ રિફ્લક્સ અને ઉલ્ટીના લક્ષણોમાં પણ રાહત મળશે.
રોસ્ટેડ લસણ
જો તમને લસણનો સ્વાદ કડવો લાગે છે તો તમે તેને રોસ્ટ કરીને પણ ખાઈ શકો છો. તેનાથી સ્વાસ્થ્યને પણ ફાયદો થઈ સકે છે. તેમાં થોડી મીઠાશ આવે છે અને સાથે જ શેકેલા લસણને તમે બ્રેડ પર ડિપની સાથે પણ લગાવીને ખાઈ શકો છો.
લસણનું તેલ
લસણનું તેલ તમે સલાડના ડ્રેસિંગ કે શેકેલા શાક કે બ્રેડનો સ્વાદ વધારવા માટે કરી શકો છો. લસણનું તેલ બનાવવા માટે લસણની કળીને છોલી લો અને તેને કૂટી લો. તેને એક સોસ પેનમાં એક કપ કુકિંગ ઓઈલ જેમકે જૈતૂન કે એવોકાડો તેલ સાથે મિક્સ કરો. તેને ધીમા ગેસ પર 10 મિનિટ સુધી ગરમ કરો. ધ્યાન રાખો કે લસણ બળી ન જાય, ગેસ પરથી ઉતારીને તેલને ઠંડું કરો અને પછી તેલને ગાળીને ઉપયોગમાં લો.