By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામ મંદિરમાં લોખંડી સુરક્ષાને પગલે, અયોધ્યા અભેદ કિલ્લામાં ફેરવાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

રામ મંદિરમાં લોખંડી સુરક્ષાને પગલે, અયોધ્યા અભેદ કિલ્લામાં ફેરવાયું

agragujaratnews
Last updated: 2024/01/17 at 11:24 AM
2 years ago
Share
રામ મંદિરમાં લોખંડી સુરક્ષાને પગલે, અયોધ્યા અભેદ કિલ્લામાં ફેરવાયું
SHARE

  • પીએમ અને સીએમ યોગી આદિત્યનાથ સહિત 10000 મહેમાનો આવશે
  • અયોધ્યામાં 23 હજારથી વધુ જવાનો, પેરામિલીટ્રી ફોર્સ તૈનાત કરાઈ
  • સીસીટીવી થી લઈને એઆઈ અને એન્ટી ડ્રોન સિસ્ટમથી સર્વેલન્સ કરાશે

અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને સાત દિવસની પૂજાવિધીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામનગરીમાં રામલલાના અભિષેક અને પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જેને લઈને દેશ-વિદેશથી દિગ્ગજ નેતાઓથી લઈને અનેક હસ્તીઓ અયોધ્યા આવવાની છે. જેની સુરક્ષાને પગલે ઉત્તરપ્રદેશ સરકાર અને ગૃહ મંત્રાલય દ્વારા સિક્યુરીટીને લઈને તૈયારીઓ કરી લીધી છે.

24 હજારથી વધુ જવાનો-અધિકારીઓ તૈનાત

અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં રામનગરીમાં 24 હજારથી વધુ જવાનો અને અધિકારીઓ તૈનાત કરી દેવાયા છે. જેથી અયોધ્યા રામમંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલાં અયોધ્યામાં સુરક્ષાની દ્રષ્ટિએ અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે. હજારો જવાનો, કમાન્ડો અને અધિકારીઓ 22મી સુધી ખડેપગે રહેશે. સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની પણ મદદ લેવાઈ છે.

10 હજાર આમંત્રિતો રામમંદિરમાં હાજર હશે

22મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત 10 હજાર જેટલા આમંત્રિતો રામ મંદિરમાં હાજર હશે. જેને લઈને તંત્ર માટે અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા સૌથી મોટી પ્રાથમિકતા છે. આમંત્રિતોની સંખ્યા ખૂબ વિશાળ છે, જેને લઈને શહેરની સુરક્ષાની જાળવણી તેટલી જ પડકારજનક છે. આ જ કારણ છે કે, પ્રાણ પ્રતિષ્ઠાના એક સપ્તાહ પહેલાં જ અયોધ્યાને સુરક્ષા છાવણીમાં ફેરવી દેવાયું છે. તમે જ્યાં જોશો ત્યાં પોલીસ કર્મીઓ અને કમાન્ડો નજરે પડશે.

17 એસપી અને 230થી વધુ અધિકારીઓ તૈનાત

અયોધ્યાની સુરક્ષા માટે યુપી પોલીસના 13 હજારથી વધુ જવાનો, પેરામિલિટ્રીના 11 હજારથી વધુ જવાનો તેમજ યુપી ATS અને STFના કમાન્ડો તૈનાત કરાયા છે. વીઆઈપીની સુરક્ષા માટે 3 ડીઆઈડી અને 17 એસપી સાથે 230થી વધુ અધિકારીઓ તૈનાત છે… સરયુના કાંઠે NDRF અને SDRFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો આઈબી અને રૉના અધિકારીઓએ પણ અયોધ્યામાં ડેરા નાંખ્યા છે. જમીનથી લઈને આકાશ સુધી અને સરયૂ નદીના તટ પર પોલીસની બાજ નજર છે. અન્ય જિલ્લાની પોલીસને પણ અયોધ્યામાં તૈનાત કરવામાં આવી છે.

મંદિરના 5 કિ.મી. વિસ્તારમાં ડ્રોનને શોધીને નિષ્ક્રિય કરાશે 

સમગ્ર અયોધ્યા અત્યારે સીસીટીવી કેમેરાના નેટવર્કના નિરીક્ષણમાં છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એન્ટી ડ્રોન સિસ્ટમ વડે સુરક્ષા વ્યવસ્થાને ફૂલપ્રૂફ બનાવવામાં આવી છે. ખાનગી ઈમારતો અને મકાનોમાં લગાવેલા 1500 જેટલા સીસીટીવી કેમેરાને પણ ITMS એટલે કે ઈન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડી દેવાયા છે. યલો ઝોનમાં 10 હજાર સ્થળો પર સંદિગ્ધોની ઓળખ માટે AI આધારિત મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે, જે ITMS સાથે જોડાયેલી છે..12 એન્ટી ડ્રોન સિસ્ટમની મદદથી રેડ અને યલો ઝોનને સુરક્ષિત કરવામાં આવ્યા છે. ખાનગી ડ્રોન પર પ્રતિબંધ મૂકાયા છે. મંદિરની આસપાસ 5 કિલોમીટરના વિસ્તારમાં ઉડતા ડ્રોનને શોધીને નિષ્ક્રિય કરી શકાય છે. 

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
કચ્છ

 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું

Editor By Editor 6 days ago
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?