By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોલમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ડ્રગ્સની ફેકટરી ઝડપાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

મોલમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ડ્રગ્સની ફેકટરી ઝડપાઇ

Editor
Last updated: 2026/01/07 at 5:10 PM
2 months ago
Share
મોલમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ડ્રગ્સની ફેકટરી ઝડપાઇ
SHARE

 સુરતમાં SOGનો સપાટો : 236 ગ્રામ ડ્રાગ્સ સહિત 2.92 લાખના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ : લંડન સુધી કનેકશન ખૂલ્યું

અગ્ર ગુજરાત સુરત

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ‘હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન’ ડ્રગ્સની ફેક્ટરીનો સુરત SOGએ પર્દાફાશ કર્યો છે. જેમાં આંતરરાષ્ટ્રીય ‘લંડન કનેક્શન’ ખુલતા પોલીસ સ્તબ્ધ થઈ ગઈ છે. અમરોલીમાંથી 236 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ઠુમ્મરની કબૂલાત બાદ પોલીસે પોલારીસ શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનીશિયન સહિત કુલ 3 શખ્સોની ધરપકડ કરી છે. લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડના ઈશારે અને ફાઇનાન્શિયલ મદદથી શહેરમાં જ નશાનું ઝેર તૈયાર કરી યુવાધનને રવાડે ચઢાવવાના આ કાવતરામાં પોલીસે 2.92 લાખનો મુદ્દામાલ, તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર પ્રકરણની શરૂઆત 1 જાન્યુઆરી, 2026ના રોજ થઈ હતી, જ્યારે SOGએ અમરોલી છાપરાભાઠા રોડ પરથી 21 વર્ષીય જીલ ભુપતભાઇ ઠુમ્મરને 236.780 ગ્રામ MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જીલની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત સામે આવી હતી કે આ ડ્રગ્સ કોઈ બહારના રાજ્યમાંથી નથી આવ્યું, પરંતુ સુરત શહેરની અંદર જ એક ખાનગી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ હકીકત સામે આવતા SOGની અલગ-અલગ ટીમ બનાવીને તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો.

તપાસના તાર પર્વત પાટીયા વેસુ કેનાલ રોડ પર આવેલા પોલારીસ શોપિંગ સેન્ટર સુધી પહોંચ્યા હતા. અહીં ‘ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટીકલ લેબોરેટરી’માં SOGએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. લેબની અંદર તપાસ કરતા પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરવા માટે કરવામાં આવતો હતો. ફૂડ ટેસ્ટિંગના નામે ચાલતી આ લેબ વાસ્તવમાં મોટું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું સાબિત થયું હતું.

આ રેકેટનો સૌથી ચોંકાવનારો વળાંક ‘લંડન કનેક્શન’ તરીકે સામે આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ડ્રગ્સ ફેક્ટરીનો અસલી માસ્ટર માઇન્ડ લંડનમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે. લંડનથી જ આ લેબ માટે જરૂરી ફાઇનાન્શિયલ મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું. વિદેશમાં બેસીને સુરતના યુવાધનને નશાના રવાડે ચઢાવવાનું આ આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાનું હાલ જણાઈ રહ્યું છે, જેમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે આ મામલે ડ્રગ્સ બનાવનાર મુખ્ય સૂત્રધાર બ્રીજેશ વ્રજલાલ ભાલોડીયા (ઉંમર 28) ની ધરપકડ કરી છે, જે પોતે સિનિયર લેબ ટેકનીશિયન છે. તેની સાથે ડ્રગ્સનો સપ્લાય કરનાર ખુશાલ વલ્લભભાઇ રાણપરિયા (ઉંમર 27) અને ભરતભાઇ ઉર્ફે ભાણો દામજીભાઇ લાઠીયા (ઉંમર 32) ની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી બ્રીજેશ તેની કેમિકલની જાણકારીનો દુરુપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાનું મેફેડ્રોન તૈયાર કરતો હતો, જે લંડન સ્થિત હેન્ડલરના ઇશારે બજારમાં વેચવામાં આવતું હતું.

હાલમાં પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે. લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે પોલીસ ડિજિટલ પુરાવાઓ અને 3 મોબાઈલ ફોન (કિંમત 1,15,000)ની તપાસ કરી રહી છે.

You Might Also Like

સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

સુરતમાં ૬ કરોડનું કોબ્રા સાપનું ઝેર પકડાયું

 સુરતમાં ર૧ કી.મી.લાંબી હોડી સ્પર્ધામાં 3 બોટ પલ્ટી જતાં અફડાતફડી મચી

પૌત્રીની ઉમરની બાળકી સાથે પ૭ વર્ષના આધેડનું દુષ્કર્મ

રત્ન કલાકારે ૨૫ ટકા કમિશનની લાલચે ૨૫ લાખની નકલી ૫૦૦ની નોટો બજારમાં ફરતી કરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
ગુજરાત

સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ

Editor By Editor 3 days ago
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?