- ફાઉન્ડેશન અમદાવાદ સરદાર જયંતી પર રાજવી વંશજોનું સન્માન
- દેશના 50થી વધુ મોટા રાજવી પરિવારનો સન્માન
- 100 વીઘા જમીનમાં 100 કરોડના સામાજિક નિધિ ઉમિયાધામનું નિર્માણ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે 100 વીઘા જમીનમાં 100 કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયાધામનું નિર્માણ કરી રહેલ છે. જ્યાં જગતજનની માં ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહેલ છે ત્યારે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયાધામ ભારતની આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષથી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનનું આયોજન કર્યું છે.
રાજ્યભરમાંથી દરેક સમાજના 1 લાખથી વધુ રાષ્ટ્રપ્રેમી જનતા સરદાર સાહેબની જીવનગાથાનું રસાપન કરશે. સરદાર પટેલના જીવનની સિદ્ધાંતોને સમજવા માટે તેમના સંકલ્પ સિદ્ધ પ્રસંગોમાંથી આજના યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સરદાર પટેલ ગૌરવગાથાનું આયોજન થઈ રહ્યું છે. આ સાથે સરદાર વલ્લભભાઈ પટેલના ઋણાનુંબંધના અનુરાગી થવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 10 હજારથી વધુ કાર રેલીસ્વરૂપે અમદાવાદમાં કાર્યક્રમ સ્થળે પહોંચી છે.
જ્યાં કાર રેલીસ્વરૂપે આવનાર લોકો મેરી મિટ્ટી-મેરા દેશ- મેરાધર્મની ભાવના સાથે પોતાના શહેર અને ગામની માટીની પૂજા કરી કળશમાં લઈને પહોંચ્યા છે. ગુજરાતભરમાંથી આવેલી આ માટીના કળશની પૂજાવિધિ કરી વિશ્વ ઉમિયાધામ દ્વારા નિર્મિત જગતજનની મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.
મહત્વનું છેકે જગત જનની મા ઉમિયા આધ્યાત્મિકતાનું ઉદગમ સ્થાન છે. તો લોહપુરુષ સરદાર પટેલએ રાષ્ટ્ર ચેતનાનું પ્રતિક છે. અખંડ ભારતના નિર્માણમાં જે તે સમયના રાજવીઓએ આપેલા સમર્પણને યાદ કરીને આજની યુવા પેઢીને ધર્મ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહયોગી થવાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.
આ સાથે જ ઉમા કાઉન્સલિંગ સેન્ટરનું પણ ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ દ્વારા ગાંધીનગરમાં I.A.S. ACADEMYનો પણ આજના દિવસે શુભારંભ થશે. જ્યાં કોઈપણ સમાજના યુવાનો તાલીમ લઈને IAS થવાનું સ્વપ્ન પૂર્ણ કરશે. આ સાથે વિશ્વ ઉમિયાધામ દેશના ખેલાડીઓ વૈશ્વિક રમતોમાં ઉત્તમ પ્રદાન કરી શકે તે હેતુથી આગામી ડિસેમ્બરમાં વૈશ્વિક ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન કરી રહ્યું છે. જેમાં દરેક સમાજના ગુજરાત સહિત દેશ-વિદેશનાં એક લાખ જેટલા ખેલાડીઓ ભાગ લઇ પોતાની રમતનું કૌશલ બતાવશે. સામાજિક સમરસતા, દેશના કાયદા પરત્વેનું સન્માન અને રાષ્ટ્ર કર્તવ્યની પરિપૂર્તિ આ મહાસંમેલનનો સંદેશ છે.