- નેતન્યાહૂએ રાફામાં એટેકની આપી છે ધમકી
- નાગરિકોને પરેશાન કર્યા વિના આતંકીઓને મારીશુંઃ નેતન્યાહૂ
- ગાઝામાં હુમલા બાદ 10 લાખ લોકો રાફાના શરણાર્થીઓ
ફ્રાન્સ, મિસ્ત્ર અને જોર્ડનએ સંયુક્ત રીતે હમાસમાં ઈઝરાયેલી હુમલાનો વિરોધ કર્યો છે. તેઓએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના યુદ્ધ વિરામને આહ્વાનને કોઈ પણ પ્રકારનું મોડું કર્યા વિના લાગૂ કરાશે. આ સાથે ઈઝરાયેલે દક્ષિણી ગાઝા શહેરના રાફામાં હુમલાની ધમકી આપી છે. આ 3 દેશે મજબૂતી સાથે વિરોધ પણ કર્યો છે. સોમવારે ફ્રાન્સ, મિસ્ત્ર અને જોર્ડનને ઈઝરાયેલે યુદ્ધવિરામને લઈને ચેતવણી આપી છે.
નેતન્યાહૂએ રાફામાં એટેકની આપી છે ધમકી
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે તે રાફા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. નેતન્યાહૂએ કહ્યું હતું કે તે નાગરિકોને પરેશાન કર્યા વિના રાફામાં છૂપાયેલા હમાસના આતંકીઓને મારશે. આ પછી 3 દેશોએ ઈઝરાયેલને ચેતવણી જાહેર કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ગાઝામાં હુમલા બાદ લગભગ 10 લાખ લોકો રાફામાં શરણ લઈ રહ્યા છે. કેમકે રાફા ઘણું સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે. આ શહેરમાં આ સમયે લગભગ 25 લાખ લોકો રહેતા હોવાનું અનુમાન છે.
અત્યાર સુધી ઈઝરાયેલ-હમાસ યુદ્ધની શું છે સ્થિતિ
7 ઓક્ટોબરે ઈઝરાયેલમાં હમાસ હુમલા બાદ યુદ્ધના લગભગ 6 મહિના થઈ ગયા છે. આ સાથે હમાસ અને ઈઝરાયેલની વચ્ચે સહમતિ બનતી જોવા મળી રહી નથી. સતત બંને એકમેક પર હુમલો કરી રહ્યા છે. બેન્જામિન નેતન્યાહૂએ હમાસ આતંકીને ખતમ કરવાનું નક્કી કર્યું છે. આ કારણે યુદ્ધ વધતું જઈ રહ્યું છે. તમામ પ્રયાસો બાદ પણ સહમતિ જોવા મળી રહી નથી. ઈઝરાયેલના હુમલામાં લગભગ 33 હજાર ફિલિસ્ચાનીઓના જીવ હોમાયા છે. આ સાથે હમાસના હુમલામાં 1200થી વધુ લોકોના મોત થયા છે. આ યુદ્ધમાં ઈરાન પણ ઈઝરાયેલનો સાથ આપી રહ્યું છે. અન્ય તરફ અમેરિકા ઈઝરાયેલને સૈન્ય મદદ આપી રહ્યું છે.


