- A340 પ્લેનને ફ્રાન્સે દુબઈમાં રોક્યુ
- ભાારતીયોની તસ્કરીની આશંકાએ રોકવામાં આવ્યુ
- ભારતીય દૂતાવાસે સમગ્ર મુદ્દે તપાસ શરુ કરી
ફ્રાન્સે નિકારાગુઆ જતા વિમાનને રોકી દીધું છે. આ પ્લેનમાં 303 મુસાફરો સવાર હતા જેમાંથી મોટાભાગના ભારતીય છે. એવી આશંકા છે કે આ વિમાનનો ઉપયોગ માનવ તસ્કરી માટે કરવામાં આવી રહ્યો હતો જેના કારણે તેને રોકી દેવામાં આવ્યું હતું.
રોમાનિયન ચાર્ટર કંપનીનું આ પ્લેન ગુરુવારે દુબઈથી રવાના થયું હતું. પોલીસના હસ્તક્ષેપ બાદ તે ટેકનિકલ સ્ટોપેજને કારણે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. ઈસ્ટર્ન માર્ને વિસ્તારના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે વત્રી એરપોર્ટના રિસેપ્શન હોલને વેઈટિંગ એરિયામાં ફેરવવામાં આવ્યો હતો. આ મામલે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે.
ભાારતીયોની તસ્કરીની આશંકાએ રોકવામાં આવ્યુ
પેરિસના સરકારી વકીલના કાર્યાલયે જણાવ્યું હતું કે, ભાારતીયોની તસ્કરીની આશંકામાં એક અનામી સૂચનાને પગલે 21 ડિસેમ્બરે વિમાનને અટકાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સંગઠિત ગુના વિરોધી એકમ જુનાલ્કોએ તપાસ હાથ ધરી છે.
ભારતીય દૂતાવાસે સમગ્ર મુદ્દે તપાસ શરુ કરી
આ મામલે ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે ફ્રાન્સની સરકારે અમને જાણ કરી છે કે દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા એક પ્લેનને ફ્રાન્સના એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યું છે. આ પ્લેનમાં 303 લોકો સવાર હતા જેમાંથી મોટાભાગના ભારતીય હતા. દૂતાવાસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કોન્સ્યુલર એક્સેસ મેળવી લેવામાં આવ્યો છે. અમે પરિસ્થિતિની તપાસ કરી રહ્યા છીએ.


