- બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજીમાં દિવ્ય દરબાર કરશે
- અમદાવાદમાં બાબા એક દિવસ કરશે દિવ્ય દરબાર
- અમદાવાદના લાલગેબી આશ્રમ પર વિશાળ રામકથાનું આયોજન
આજથી બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં છે. જેમાં આજથી બાબા અંબાજીમાં 3 દિવસ રોકાશે. તેમાં 15 ,16 અને 17 ઓક્ટોબરે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજીમાં દિવ્ય દરબાર કરશે. જ્યારે અમદાવાદમાં બાબા એક દિવસ દિવ્ય દરબાર કરશે.
18 થી 20 ઓક્ટોબરની વચ્ચે એક દિવસ બાબા અમદાવાદમાં દિવ્ય દરબાર કરશે
અમદાવાદના લાલગેબી આશ્રમ પર વિશાળ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 50 હજાર વારની પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે. તથા બેઠક વ્યવસ્થા, જમવા સહિતની વ્યવસ્થા કરાઈ છે. ત્યારે 17 ઓક્ટોબરે કળાશયાત્રાનું આયોજન કરાયું છે. તથા 18 અથવા 19 ઓક્ટોબરે બાબા બગેશ્વર એક દિવસ માટે રામકથામાં હાજરી આપશે. 18 થી 20 ઓક્ટોબરની વચ્ચે એક દિવસ બાબા અમદાવાદમાં દિવ્ય દરબાર કરશે.
5 લાખ લોકોનો આવે તેવો અંદાજને લઈ કરાઈ વ્યવસ્થા
અમદાવાદમાં 50 હજાર વારની પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે. બેઠક વ્યવસ્થા, જમવાની, સહિતની વ્યવસ્થા કરાઈ છે. 17 ઓક્ટો.એ કળાશયાત્રાનું આયોજન કરાયું છે. 18 અથવા 19 ઓક્ટો.એ બાબા બગેશ્વર એક દિવસ માટે રામકથામાં હાજરી આપશે. 18 થી 20 ઓક્ટો.ની વચ્ચે એક દિવસ બાબા અમદાવાદમાં દિવ્ય દરબાર કરશે. તેમજ દિવ્ય દરબારમાં અંદાજિત 5 લાખ લોકોનો આવે તેવો અંદાજ છે. જેમાં લોકોમાં વ્યવસ્થા કરાઇ છે.
આયોજન ઇસ્કોન ગ્રુપમાં ચેરમેન પ્રવીણભાઈ કોટક દ્વારા કરવામાં આવ્યું
આ ત્રિ-દિવસીય કથામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સહીત અન્ય મહાનુભાવો તેમજ અભિનેતાઓને આ કથા માટે આમંત્રિત કરાયા છે. આ કથાનું આયોજન ઇસ્કોન ગ્રુપમાં ચેરમેન પ્રવીણભાઈ કોટક દ્વારા કરવામાં આવ્યું છે.