શ્રાવણ માસની હજુ શરૂઆત પણ થઈ નથી ત્યાં રાજકોટ શહેરમાં જુગારના પાટલાઓ મંડાઈ ગયા છે. ત્યારે પોલીસે પણ આવા જુગારીઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. તેવા સમયે લક્ષ્મીનગર પાસે આવેલા રાધાનગરમાં એક મકાનમાં જુગાર રમતી 10 મહિલાઓને ઝડપી લીધી હતી જ્યારે બીજા દરોડામાં કોઠારીયા પાસે આવેલા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં એક કારખાનામાં જુગાર રમતા નવ લોકોને ઝડપી લીધા હતા આમ બંને સ્થળેથી મળી કુલ ૩૫ હજાર ની રોકડ રકમ કબજે કરવામાં આવી છે
જાણવા મળતી વિગતો મુજબ ફિલ્ડ માર્શલ વાડી પાછળ રાધાનગર શેરી નં.3માં આવેલા મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી માલવીયાનગર પોલીસે દિક્ષીતાબેન મેરામભાઈ વાળાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતાં દમયંતીબેન સુરેશભાઈ રાઠોડ (રહે. નંદકિશોર સોસાયટી શેરી નં.ર, લક્ષ્મીનગર), કુસુમબેન શૈલેષભાઈ બગથરીયા (રહે. જલજીત સોસાયટી શેરી નં.૨, મવડી), અરૂણાબેન નરેશભાઈ શાહ (રહે. અનુપમ સોસાયટી શેરી નંર, લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે), સરોજબેન સૂરેશભાઈચાવડા (રહે. જલજીત સૌસાયટી શૈરી નં.૧૦), શારદાબેન મુળજીભાઈ સરવૈયા (રહે. જલજીત સોસાયટી શેરી નં. ૧૦), લત્તાબેન દિનેશભાઈ શાહ (રહે. જલજીત સોસાયટી શેરી નં.૨), જયશ્રીબેન ધીરજલાલ ધમસાણીયા (રહે. મહાદેવવાડી મેઇન રોડ), દિવ્યાબેન નટુભાઇ કુનડીયા (રહે.જલજીત સોસાયટી શેરી નં.૧) અને કંચનબેન મનસુખભાઇ કાકડીયા (રહે.રાધાનગર શેરી નં.૨)ને ઝડપી લીધા હતા. પટ્ટમાંથી પોલીસે રૂ.૧૦3૮૦ની રોકડ કબ્જે કરી હતી.
જયારે કોઠારીયામાં શિવ ઈન્ડસ્ટ્રીઝ એરીયા-૨માં આવેલા રામકૃષ્ણ એન્ટરપ્રાઈઝ નામના ભાવીન મગનભાઈ ગોળ (રહે. રંગોલી બંગલોઝ, રામધણ પાછળ, આશ્રય પેલેસ, મવડી)ના કારખાનામાં જુગાર રમાતો હોવાની ચોકકસ બાતમીના આધારે આજી ડેમ પોલીસે દરોડો પાડી જુગાર રમતાં કારખાનાના માલીક ભાવીન ઉપરાંત નિશાંત મનોજઝાલાવડીયા (રહે. આશ્રય પેલેસ ફલેટ નં.૨૦૪, મવડી), રમેશ બાબુભાઇ ઇસોટીયા (રહે.મયુર પાર્ક શેરી નં.ર, સાંઈબાબા સર્કલ પાસે), સાગર જયંતીભાઈ સવાણી (રહે. માધવ ગેટ, શિવ કોમ્પલેક્ષ, ગોર્વધન ચોક), દિનેશ કાનજીભાઈ ગોધવાણી (રહે. પુનિતનગર, વૃંદાવન સીટી), વૈભવ રમેશભાઈ અકબરી (રહે. ઓમનગર, પ્રણામી પાર્ક શેરી નં.ર, મવડી), યોગેશ બાબુભાઈ ઈસડીયા (રહે. મયુર પાર્ક શેરી નં.૨, કોઠારીયા), મુકેશ સવજીભાઈ હુંમર (રહે. પુષ્ટિ હાઈટસ, કલ્પવનની બાજુમાં, ગૉડલ રોડ) અને શૈલેષ માવજીભાઈ કોટડીયા (રહે. રૂપ સોસાયટી શેરી નં.૧, ૮૦ ફૂટ રોડ)ને ઝડપી લીધા હતા. પટ્ટમાંથી પોલીસે રૂા.૨૫૫૪૦ની રોકડ કબજે કરી હતી. એકેય આરોપી પાસેથી મોબાઈલ નહીં મળી આવ્યાનું પોલીસમાં જાહેર થયું છે.