ગાંધીનગર CID ક્રાઈમના PI પી.કે. પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઇ સામે 30 લાખની લાંચનો ગુનો નોંધાયા બાદ આજે એ,સી.બીએ બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરતાં ગાંધીનગર કોર્ટે શુક્રવારે બંને આરોપીઓનો રિમાન્ડ 19 ડિસેમ્બર સુધી બપોર 3 વાગ્યા સુધી મંજૂર કર્યા છે.
કોલ સેન્ટર સંબંધિત ગુનામાં કોઈ કાર્યવાહી ન કરવા 30 લાખ માગ્યા
CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલએ ફરિયાદી અને તેના મિત્ર વિરુદ્ધ, કોલ સેન્ટર સંબંધિત ગુનામાં કોઈ કાર્યવાહી ન કરવાના બદલામાં મોટી રકમની લાંચ માંગતા હતા. લાંચની અંતિમ રકમ 30 લાખ નક્કી કરવામાં આવી હતી.
ધી ઓફિસિસ હરી ગ્રુપ સામે એસીબીએ છટકું ગોઠવ્યું
ફરિયાદીએ લાંચ આપવા ના માગતા ACBનો સંપર્ક કર્યો. ACB અમદાવાદ શહેરના PI ડી.એન. પટેલ અને ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું આ ટ્રેપ ગાંધીનગરના સરગાસણ સ્થિત સ્વાગત સિટી મોલથી આગળ જાહેર રોડ પર સ્થિત ધી ઓફિસિસ હરી ગ્રુપ સામે ગોઠવવામાં આવ્યું હતું.
બંને લાંચિયા પોલીસકર્મીઓની ધરપકડ
ટ્રેપ દરમ્યાન કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ ફરિયાદીને મળ્યો, જ્યારે PI પી.કે. પટેલે લાંચ સ્વીકારવાની સંમતિ આપી હતી. બાદમાં 30 લાખની લાંચ લેતાંજ, ACBએ કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને ઝડપી લીધો હતો. બંને લાંચિયા પોલીસકર્મીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો—- Surat Breaking News : ડબલ મર્ડરના આરોપી પર પોલીસનું ફાયરિંગ


