- ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં
- વહેલી સવારે પોલીસે ઉમેદવારોની અટકાયત કરી
- CBRT પરીક્ષા પદ્ધતિ રદ્દ કરવા ઉમેદવારોની માંગ
ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ઉમેદવારોનું આંદોલન તેજ થયુ છે. ઉમેદવારોએ રામકથા મેદાનમાં જ રાતવાસો કર્યો છે. તેમજ વહેલી સવારે પોલીસે ઉમેદવારોની અટકાયત કરી છે. ઉમેદવારોની CBRT પદ્ધતિ રદ્દ કરવાની માગ છે. બેઠકો વધારવી, પરિણામ જાહેર કરવાની માગ પણ છે. મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર પહોંચી રહ્યા છે.
માર્ક્સ જાહેર નહીં કરે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે
માર્ક્સ જાહેર નહીં કરે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને મુકત કરવાની માગ કરવામાં આવી રહી છે. ઉમેદવારોએ જણાવ્યું છે કે અમે અમારો હક માગી રહ્યા છીએ. અમારા જ માર્ક્સ અમને બતાવવામાં શું વાંધો છે. ગેરરીતિ કરવી હોય તો પરીક્ષા શું કરવા લો છો. પરીક્ષા લેવાઈ તો માર્ક્સ કેમ ના બતાવાય. ફોરેસ્ટ ગાર્ડની ભરતીની જગ્યા વધારવા માગ કરવામાં આવી રહી છે. તેમજ પરીક્ષાના માર્ક જાહેર કરવા ઉમેદવારોની માગ છે. ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે.
મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર પહોંચી રહ્યા છે
મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર પહોંચી રહ્યા છે. ઉમેદવારો જણાવી રહ્યા છે કે જ્યાં સુધી માર્ક્સ જાહેર નહીં કરે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. યુવરાજસિંહને મુકત કરવા ઉમેદવારોની માગ છે. ઉમેદવારોએ જણાવ્યું છે કે અમે અમારો હક માંગીયે છીએ. અમારા જ માર્ક્સ અમને બતાવવામાં શું વાંધો આવે છે. જો પરીક્ષામાં ગેરરીતી કરવી હોય તો પરીક્ષા શું કરવા લો છો. CBRT પદ્ધતિ મુજબ પરીક્ષા લેવાઈ તો માર્ક્સ કેમ ના બતાવાય તેવો દરેક ઉમેદવારો પ્રશ્ન કરી રહ્યાં છે.


