અડાલજ ખોરજ પાસેની નર્મદા કેનાલમાં ઝંપલાવનાર આધેડને ફાયર બ્રિગેડની ટીમે જીવતા બહાર કાઢયા હતા. આધેડે કોઇ અગમ્યકારણોસર આપઘાત માટે પ્રયાસ કર્યો હતો. આ કામગીરીમાં ફાયર બ્રિગેડના 11 જવાનોની ટીમ જોડાઇ હતી.
ઉલ્લેખનીય છેકે, અગાઉ પણ ફાયર બ્રિગેડની ટીમે અમદાવાદના એક શખસને કેનાલમાંથી જીવંત બહાર કાઢયો હતો. આ ઘટનાની શાહિ સુકાઇ નથી ત્યાં ગઇકાલે ફાયર બ્રિગેડે વધુ એક માનવ જીંદગી બચાવી હતી. ગઇકાલે સાંજે ફાયર બ્રિગેડને જાણ થઇ હતીકે, અડાલજ ખોરજ નર્મદા કેનાલમાં એક વ્યક્તિ ડુબી રહ્યો છે. આ જાણ થાત જ પ્રથમ સરગાસણ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. કેનાલમાં એક વ્યક્તિ ડુબી રહ્યો હતો. તેને બચાવવા વધુ માણસોની જરૂર હોય સે.17 થી ફાયર બ્રિગેડની વધુ એક ટીમ કેનાલ પહોંચી હતી. કુલ 11 જવાન બચાવ કામગીરીમાં લાગ્યા હતા. ભારે જહેમત બાદ ડુબી રહેલા વ્યક્તિને જીવીત બહાર કાઢવામાં સફળતા મળી હતી. પ્રાથમિક પુછપરછમાં આ વ્યક્તિ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા છારોડીનો રહેવાસી હોવાનુ અને તેમની ઉંમર 54 વર્ષ હોવાનુ ખુલ્યુ હતું. ડુબી રહેલા આધેડ પાણી પી જતા ફાયર બ્રિગેડની ટી મે તેનો જીવ બચાવવા પ્રથમ સીપીઆર આપ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે 108 મારફત સોલા સિવીલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે અડાલજ પોલીસને પણ જાણ કરાઇ હતી.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


