- સુરતના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત
- અમદાવાદના રેન્જ IG તરીકે જે.આર.મોથલિયા
- વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમાર
ગુજરાત પોલીસમાં લાંબા સમયથી પેન્ડિંગ IPS અધિકારીઓની આજે બદલી થઈ છે.રાજ્ય સરકારે IPS અધિકારીઓની બદલીને લઈ તમામ વિગતો પેનલ ચૂંટણીપંચને સોંપી હતી,નિમણૂંકનો આદેશ થતાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ હવે ભરાઈ છે.છેલ્લા લાંબા સમયછી બદલીઓ અટકીને રહી હતી અને અન્ય પોલીસ અધિકારીના ચાર્જમાં આ કામ કરવામાં આવતું હતું.ગુજરાતમાં લોકસભા પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 35 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. વિગતો મુજબ સુરતના કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરાઇ છે. આ તરફ જે.આર.મોથલિયાને અમદાવાદના રેન્જ IG બનાવાયા તો વડોદરાના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર બન્યા છે.કુલ 36 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ અપાયા છે.
જાણો કયા અધિકારીને કયા અપાયુ પોસ્ટિંગ
સુરત CP તરીકે અનુપમસિંહ ગેહલોત
વડોદરા CP તરીકે નરસિમ્હા કોમાર
અમદાવાદ CP તરીકે જી.એસ.મલિક
અમદાવાદ રેન્જ IG તરીકે જી.આર.મોથલિયા
સુરત રેન્જ IG તરીકે પ્રેમવીરસિંહ
જૂનાગઢ રેન્જ IG તરીકે નિલેશ ઝાઝડિયા
ભુજ બોર્ડર રેન્જ IG તરીકે ચિરાગ કોરડિયા
ગોધરા રેન્જ IG તરીકે આર.વી.અંસારી
સુરત સેક્ટર-2 JCP તરીકે કે.એન.ડામોર
મહેસાણા SP તરીકે તરૂણ દુગ્ગલને પોસ્ટિંગ
અમદાવાદ SP રૂરલ તરીકે ઓમપ્રકાશ જતને પોસ્ટિંગ
આણંદ SP તરીકે ગૌરવ જસાણીને પોસ્ટિંગ
છોટાઉદેપુર SP તરીકે ઇમ્તિયાજ શેખને પોસ્ટિંગ
ગુજરાતમાં 8 IPSની નવી નિમણૂક
ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 8 IPSની બદલીના આદેશ અપાયા છે. ગુજરાત કેડરના વર્ષ 2021ના આઠ IPSઅધિકારીઓની તાલીમ હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી ખાતે પૂર્ણ થતા તેમને ગુજરાત પોલીસમાં ASPની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વલય વૈધને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે સાવરકુંડલા ખાતે નિમણૂક કરાઈ છે. જ્યારે અંશૂલ જૈનની મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મહુવા ખાતે નિમણૂક કરાઈ છે. લોકેશ યાદવની રાજપીપળા, ગૌરવ અગ્રવાલની બોડેલી, સંજયકુમાર કેશવાલાની મોડાસા, વિવેક ભેડાની સંતરામપુર, સાહિત્યા વી.ની પોરબંદર અને સુબેધ માનકરની દિયોદર ખાતે પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે વર્ષ 2020ની બેચના પાંચ IPS અધિકારીઓના પોસ્ટીંગ વેઇટીંગમાં રાખવામાં આવ્યા છે. જે નિમણૂંક ચૂંટણી પંચના આદેશ અનુસાર કરવામાં આવશે.


