મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વી.સી.ઈ. તરીકે કાર્ય કરતા યુવાઓને મહત્તમ આવક મળે તેવો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે. તેમણે આ સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે, વી.સી.ઈ.ને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે ન્યુનતમ રૂપિયા 20 ચૂકવવામાં આવશે. પંચાયત વિભાગે પરિપત્ર કરીને રાજ્ય સરકારના વિભાગોને જણાવ્યું છે કે હવે કોઈપણ કામગીરી માટે વી.સી.ઇ.ને યુનિટ દિઠ ન્યુનતમ રૂ. 20નું મહેનતાણું આપવાનું રહેશે.
પોલિસીના બદલે સન્માનજનક વેતન
રાજ્ય સરકારના આ નિર્ણય અંગે VCE કર્મચારી મંડળે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. મંડળ દ્વારા સરકારને કહેવાયું છે કે, સરકાર દ્વારા તાજેતરમાં જે કમિશન વધારવામાં આવ્યું છે તેને બદલે કર્મચારીઓને ફિક્સ પગાર આપવામાં આવે તેમજ છૂટા કરવામાં આવેલા VCE કર્મચારીઓને પરત લેવામાં આવે તેવી અમારી માગ છે. કમિશન પોલિસીના બદલે સન્માનજનક વેતન આપવા રજૂઆત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીના ધ્યાને આવતા કમિશનમાં વધારો કરાયો
રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) ને વિવિધ યોજનાઓની ડેટા એન્ટ્રી સંબંધિત કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે. આ માટે દરેક કામગીરીમાં યુનિટદીઠ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) ને કમિશન પેટે ચુકવવાની થતી રકમ સબંધિત વિભાગ દ્વારા નિયત કરવામાં આવે છે. આના કારણે જુદીજુદી કામગીરી અને જુદાજુદા વિભાગો દ્રારા નિયત કરવામાં આવતી મહેનતાણાની રકમ અલગ અલગ ધોરણે કરવામાં આવતી હોવાથી મહેનતાણામાં સમાનતા જળવાતી નથી. તેવું મુખ્યમંત્રીના ધ્યાને આવતા કમિશનમાં વધારો કરાયો હતો. પંચાયત વિભાગે પરિપત્ર કરીને રાજ્ય સરકારના વિભાગોને જણાવ્યું છે કે હવે કોઈપણ કામગીરી માટે વી.સી.ઇ.ને યુનિટ દિઠ ન્યુનતમ રૂ. 20નું મહેનતાણું આપવાનું રહેશે.
આ પણ વાંચોઃ Ahmedabadના રામોલ અકસ્માત કેસમાં મોટો ખુલાસો, દારૂના નશામાં ગાડી ચલાવનાર આરોપીની ધરપકડ


