ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાને મોદકનો ભોગ ધરાવવામાં આવે છે. બાળ ગણેશનો મોદક સૌથી વધારે પ્રિય છે. તમે અલગ અલગ ચીજ વસ્તુઓથી મોદક બનાવી શકો છે. જેમાં માવા, સોજી, ચોખાના લોટના પણ મોદક બને છે. પરંતુ આજે તમને બિસ્કિટના મોદક બનાવતા શીખવીશું. આ મોદક ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે. ત્યારે આવો જાણીએ ટેસ્ટી મોદક કેવી રીતે બનાવીશું.
ચોકલેટ બિસ્કિટ મોદક કેવી રીતે બને?
તમે કોઇ પણ સ્વીટ બિસ્કિટ લઇને શકો છો. આ માટે પહેલા બિસ્કિટને મિક્સમાં બરાબર ગ્રાઇન્ડ કરી લો. પથી તેમાં થોડો મિલ્ક પાવડર એડ કરીને દૂધની મદદથી લોટ જેવુ બાંધો. હવે મિશ્રણને મોદકના મોલ્ડમાં મૂકીને મોદક આકાર આપી દો. પછી પિગાળેલી ચોકલેટમાં આ મોદકને ડીપ કરી લો.હવે આ મોદકને તમે એક પ્લેટમાં લઇને ફ્રિજમાં મૂકી દો જેથી ચોકલેટ જામ થઇ જાય.તો તૈયાર છે ટેસ્ટી મોદક..
ઓરિયો બિસ્કિટમાંથી પણ બને મોદક
ઓરિયો બિસ્કિટથી પણ તમે મોદક બનાવી શકો છો. આ માટે પહેલા બિસ્કિટને મિક્સીમાં નાંખીને ભૂકો કરી લો. તેમાં દૂધ નાંખીને એક લોટ જેવુ મિશ્રણ તૈયાર કરો. હવે મોદકના મોલ્ડમાં આ મિશ્રણ ભરીને તેમાં ઓરિયો ક્રિમ નાંખીને મોદક બનાવી લો. ચોકલેટી મોદક બનાવવાની રેસિપી ઘણી સરળ છે. વળી આ મોદક બાળકોથી માંડીને સૌ કોઇને ખાવામાં પણ સારા લાગશે. ખાસ વાત એ છે કે મોદક ઘણા દિવસો સુધી ખરાબ થતા નથી.


