- સંગીતના સથવારે છેલ્લા દિવસ ઝૂમ્યા ખેલૈયા
- ગુજરાતમાં ઠેર ઠેર જામ્યો રંગતનો માહોલ
- અંબાજીના ચાચર ચોકમાં મોટી સંખ્યામાં ભકતો ગરબે ઘૂમ્યા
રાજ્યમાં છેલ્લા 9 દિવસથી ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે મોટી સંખ્યામાં લોકોએ ગરબા સાથે ઉજવણી કરી છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર જેવા વિવિધ શહેરોમાં ખેલૈયાઓએ મન મૂકીને સંગીતના સથવારે પગને તાલ આપ્યો હતો અને ગરબા રમતા રમતા માતાજીની આરાધનામાં ડૂબી ગયા હતા. તેમજ સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ગરબા રમતા જોવા મળ્યા હતા.
ગુજરાતના ખૂણે ખૂણે હવે નોરતાનો માહોલ બરાબરનો જામ્યો છે. નવમાં નોરતે પાર્ટી પ્લોટ હોય કે શેરી ગરબા, સોસાયટી હોય કે સમાજની વાડીઓ, આજે તમામ જગ્યાઓ હાઉસફુલ છે. પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી. મોટા મોટા કલાકારોએ જ્યાં સ્ટેજ પરથી તેમના સુરીલા અવાજમાં ગરબાના ગીતો વાગ્યા હતા.
જેટલી મોટી સંખ્યામાં ખેલૈયાઓ આવ્યા છે એથી પણ વિશેષ સંખ્યામાં ગરબા જોવા વાળા આવ્યા છે. ક્યાંક પાર્ટી પ્લોટ્સમાં મોંઘા ભાવની ટિકિટો ખરીદીને તો ક્યાંકથી કોઈક રીતે પાસનો જુગાડ કરીને પણ લોકોએ ગરબાની રંગતને માણી હતી. નવરાત્રીના ફૂલઉજાણીના માહોલમાં જોવા મળ્યો હતો.
અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વમાં ગરબા આજે છેલ્લું નોરતા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ગરબે રમવા માટે પહોંચ્યા હતા. શાળાની બાળકીઓ 501 દીવડાની આરતી લઈને ગરબે ઘૂમ્યા હતા. અંબાજી મંદિરમાં નવ યુવક પ્રગતિ મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચાચર ચોકમાં મોટી સંખ્યામાં ભકતો ગરબે ઘૂમ્યા છે.