લસણ એક મસાલો નહીં પરંતુ આર્યુવેદિક ઔષધિ છે. જયારે ઘી ઇમ્યુનિટી બુસ્ટર પ્રોપર્ટીઝ કહેવાય છે. આપણા વડીલો હંમેશા કહેતા હોય છે કે દેવું કરીને પણ ઘી ખાવું જોઈએ. આજે લોકો ઘીના બદલે તેલનો વધુ ઉપયોગ કરે છે. વધુ પડતા તળેલા ખોરાકના કારણે શરદી, ઉધરસ ઉપરાંત વજન વધવા જેવી સમસ્યા પણ વધે છે. જયારે ઘીના સેવનથી તમને સાંધાના દુખાવો અને કમરના દુખાવામાં રાહત મળે છે. શિયાળામાં આજે પણ અનેક ઘરોમાં સવારે દેશી ઘીમાં લસણ શેકીને તેને ખવાય છે. આ દેશી ઉપચારથી તમે અનેક બીમારીઓને દૂર રાખી શકો છો.
લસણ અને ઘીનું સેવન કેમ જરૂરી
ઘીનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં વધુ થાય છે. જયારે લસણનો ભોજનનો સ્વાદ વધારવામાં ઉપયોગ થાય છે. અનેક બિમારીઓમાં 1 કળી લસણ ખાવાની ડોક્ટર સલાહ આપે છે. લસણમાં ઘણા એક્ટિવ કંપાઉન્ડ જેમ કે એલિસિન અને સેપોનિન હોય છે જે એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. આ સાથે જ તેમાં વિટામિન સી, વિટામિન બી6, મેગ્નેશિયમ, સેલેનિયમ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ અને ફાઈબર હોય છે. ઘી લસણના તીખા સ્વાદને કંટ્રોલ કરે છે. દેશી ઘીમાં પલાળેલ લસણ ખાવાથી સ્વાસ્થ્યમાં આ જબરજસ્ત ફાયદા થશે. અનેક બીમારીઓમાં ફાયદાકારક છે દેશી ઘી સાથે લસણનું સેવન.
દેશી લસણ સાથે ઘી ખાવાના ફાયદા
લસણ અને ઘીનું મિશ્રણ શરદી, ખાંસી અને ગળાના દુખાવામાં રાહત આપી શકે છે. વારંવાર થતો કફ બહાર કાઢવામાં મદદરુપ છે. લસણને ઘીમાં શેકીને ખાવાથી બ્રેન સ્ટ્રોકનો જોખમથી બચી શકાય છે. આ સાથે જ તે તમારા બીપીને પણ નોર્મલ રાખવામાં મદદરૂપ છે. રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તે લોકોએ ખાસ સપ્તાહમાં બે વાર દેશી સાથે લસણ ખાવું જોઈએ. દેશી ઘી સાથે લસણ ખાવાથઈ ગેસ્ટ્રીક જ્યુસનું ઉત્પાદન વધતા ભોજનનું સરળ રીતે પાચન થાય છે. જેના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે. ઘીમાં સારી ચરબી છે અને લસણના એન્ટીઓક્સિડન્ટ્સના કારણે તે હૃદયને સ્વસ્થ રાખે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


