આજે લોકો સ્વાદના ચક્કરમાં જરૂર કરતા વધુ ખાય છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે ખાધા પછી તેમના પેટ ઘણીવાર ફુગ્ગાની જેમ ફૂલી જાય છે. વધુ ભોજન કરવાના કારણે પેટ ફુલવા લાગે છે. તેના કારણે અપચો અને ગેસની સમસ્યા થાય છે. કેટલીકવાર, આ પેટ ફૂલવું એટલું તીવ્ર હોય છે કે તે શ્વાસ લેવામાં પણ તકલીફ પેદા કરી શકે છે. જો તમે પણ આ સમસ્યાનો છો શિકાર તો આ ઘરેલુ ડ્રિંક્સ જરૂર ફાયદો કરશે. આ ડ્રિંક્સ ફૂદીનાના પાનમાંથી બને છે.
ફૂદીનો પોષકતત્વોથી ભરપૂર
ફૂદીનાનું પાણી શરીર માટે ગુણકારી છે. વધુ પડતું ખાવાથી પેટમાં ભારેપણું લાગે છે અને પેટ ફુગ્ગાની જેમ ફુલી જાય છે. પેટ સંબંધિત સમસ્યામાં ફૂદીનાનું ડ્રીંક્સ રામબાણ ઇલાજ છે. ફૂદીનાનો ઉપયોગ અલગ-અલગ બિમારીઓમાં હર્બલ ઉપચાર તરીકે કરવામાં આવે છે. જયારે શરદી, ઉધરસ અને સૂકી ખાંસીની સમસ્યામાં પણ ફૂદીનાનું ડ્રિંકસ ઉપયોગી છે. ફૂદીનામાં વિટામિન સી, વિટામિન એ, એન્ટી બેકટેરિયલ ગુણ રહેલા છે.
પેટની સમસ્યામાં ગુણકારી ફૂદીનો
ફૂદીનાના પાન પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે જે પાચનતંત્રમાં સુધારો કરે છે. ખાલી પેટે આ લીલું પીણું પીવાથી અપચો, ગેસ, પેટ ફૂલાવું જેવી સમસ્યાઓમાંથી રાહત આપે છે. ખાધા પછી પેટનું ફૂલવું એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. તમે ગેસની સમસ્યામાંથી રાહત મેળવવા ભોજન બાદ આ ડ્રિંક્સ ટ્રાય કરી શકો છો. આ ડ્રિંક્સ બનાવવા તમારે ફૂદીના ઉપરાંત આદુ, વરિયાળી અને લીંબુ જેવી સામગ્રીની જરૂર પડશે.
આ રીતે બનાવો ફૂદીનાનું ડ્રિંક્સ
ફૂદીનાનું આ ડ્રિંકસ બનાવવા એક ગ્લાસ ગરમ પાણીમાં 8-10 ફૂદીનાના પાન અને 1/2 લીંબુનો રસ મિક્સ કરો. પછી તેમાં આદુ અને વરિયાળી નાખો પાણી 10 મિનિટ ઉકાળી લો. પછી આ પાણી હૂંફાળું થાય ત્યારે તેને ગાળી લો ધીમે ધીમે પીવો. ધ્યાનમાં રાખો કે આ પાણી ખૂબ ગરમ ન હોવું જોઈએ. ફૂદીનો અને આદુ પેટને શાંત કરે છે, આદુ પાચનક્રિયાને ઝડપી બનાવે છે. પેટની સમસ્યાનો ઇલાજ છે આ ડ્રિંક્સ. યાદ રાખો કે આ પીણું ખાધા પછી 15-20 મિનિટ સુધી કંઈના ખાવું.


