- સોમવારે અમેરિકી મંત્રી બ્લિંકનના પ્રવાસ પહેલા ઈઝરાયલનો મોટો દાવ
- ઈઝરાયલના સતત ભીષણ હુમલાથી અમેરિકા પણ ચિંતિત
- ઈજિપ્તની રાજધાની કૈરોમાં હમાસ-ઈઝરાયલ યુદ્ધવિરામ બેઠકને લઈ પ્રશ્નાર્થચિહ્ન સર્જાયું
ગાઝામાં એકવાર ફરી ઈઝરાયલે એક મોટો ભીષણ હુમલો કર્યો છે. આમાં છ બાળકો સહિત કુલ 24 લોકોનાં મોત થયા છે. ગાઝા પર સતત ઘાતક ઈઝરાયલના હુમલાથી હવે અમેરિકા પણ સાણસામાં આવી ગયું છે. આવામાં જલ્દીથી જલ્દી સીઝફાયર અમેરિકા ઈચ્છી રહ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી એંટની બ્લિંકન મહિનાઓથી ચાલી રહેલી જટિલ બેઠકો પછી યુદ્ધવિરામ કરાવાના હેતુથી આજે પશ્ચિમ એશિયા માટે રવાના થયા છે. અમેરિકા તાત્કાલિક યુદ્ધવિરામ પર ભાર મૂકી રહ્યું છે. જેથી સામાન્ય પેલેસ્ટાઈનીઓના મોત રોકાઈ શકે.
મહત્ત્વનું છે કે, દોહામાં બે દિવસની શાંતિ વાર્તા પછી અમેરિકા અને તેના સહયોગી મધ્યસ્થી દેશ ઈજિપ્ત અને કતાર સમજુતી કરારની નજીક પહોંચતા જોવા મળી રહ્યા હતા. અમેરિકા અને ઈઝરાયલી અધિકારીઓએ કરારને લઈ સાવધાન થયાની આશા દર્શાવવામાં આવી પરંતુ હમાસે લડાઈ ચાલુ રાખવાના સંકેત આપ્યા છે. અલ-અક્શા હોસ્પિટલના અધિકારીના જણાવ્યા પ્રમાણે નવા પ્રકારથી બોમ્બમારો કરતા રવિવારે સવારે એક મકાન પર હુમલો કર્યો, જેમાં એક મહિલા અને તેના છ બાળકોનાં મોત થયા હતા. હોસ્પિટલમાં મૃતકોની ગણતરી કરવામાં આવી હતી.
રહેણાક મકાન પર ઈઝરાયલનો હુમલો
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલો ઉત્તરીય શહેર જબાલિયામાં રહેણાક મકાનના બે એપાર્ટમેન્ટમાં થયો હતો, જેમાં બે પુરૂષો, એક મહિલા અને તેની પુત્રીનાં મોત થયા હતા. અવડા હોસ્પિટલના જણાવ્યા અનુસાર મધ્ય ગાઝામાં અન્ય એક હુમલામાં ચાર લોકો માર્યા ગયા હતા. નાસેર હોસ્પિટલના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે દક્ષિણી શહેર ખાન યુનિસ નજીક થયેલા હુમલામાં બે મહિલાઓ સહિત એક પરિવારના ચાર લોકો માર્યા ગયા હતા. ગયા મહિને બે ટોચના આતંકવાદીઓની લક્ષ્યાંકિત હત્યા બાદ યુદ્ધને રોકવાના મહિનાઓથી ચાલતા પ્રયાસોને વેગ મળ્યો છે. ઈઝરાયેલ પર બંને ઉગ્રવાદીઓની હત્યા કરવાનો આરોપ છે. બીજી તરફ, ઈરાન અને હિઝબુલ્લાએ બે ઉગ્રવાદીઓના મોતનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે, જેનાથી મધ્ય પૂર્વમાં સંપૂર્ણ સ્તરે યુદ્ધની શક્યતા વધી ગઈ છે.


