- ગાઝાના લોકોને યુદ્ધથી રાહત મળે તેવી શક્યતા
- ઈઝરાયલે યુદ્ધવિરામ પ્રસ્તાવ સ્વીકારી લીધો
- હમાસ તરફથી યુદ્ધવિરામ અંગે કોઈ જવાબ નહીં
આ ઠરાવને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને 31 મેના રોજ પરિષદ સામે રાખ્યો હતો. તેમને આને ઈઝરાયલની પહેલ જણાવી હતી. નવા ઠરાવ હેઠળ યુદ્ધવિરામ ત્રણ તબક્કામાં થશે. જે બંને પક્ષોના પ્રસ્તાવની શતરોને કોઈપણ વિલંબ વગર શરત લાગુ કરવાનો આગ્રહ કરે છે.
છેલ્લા આઠ મહિનાથી ગાઝામાં ચાલી રહેલી ઈઝરાયલી સૈન્ય કાર્યવાહી રોકવા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન એકવાર ફરી મધ્ય-પૂર્વના પ્રવાસે છે. સોમવારે બ્લિંકન યરુશાલેમ પહોંચ્યા હતા. જ્યાં તેમને ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે અમેરિકન શાંતિ પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. અમેરિકાએ ઈઝરાયેલ અને હમાસ બંનેને ગાઝામાં યુદ્ધવિરામ માટે પ્રસ્તાવ મૂક્યો છે. પશ્ચિમી મીડિયા અનુસાર ઈઝરાયેલે અમેરિકન પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.
સુરક્ષા પરિષદે બંને દેશ વચ્ચે કાયમી શાંતિ માટે ટુ સ્ટેટ સોલ્યૂશન પર ભાર મૂક્યો
હમાસ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સોમવારે ઇઝરાયલના પીએમ નેતન્યાહૂને મળ્યા પહેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પણ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતાહ અલ સીસીને મળ્યા હતા અને હમાસને પ્રસ્તાવ સ્વીકારવા માટે રાજી કરવાની અપીલ કરી હતી.
આ મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે અમેરિકી શાંતિ ઠરાવ પર લાંબી ચર્ચા થઈ હતી. અમેરિકાએ ગાઝામાં યુદ્ધવિરામ માટે ઈઝરાયલ અને હમાસ બંનેને પ્રસ્તાવ મોકલ્યો છે. મળતી માહિતી અનુસાર અમેરિકાએ પ્રસ્તાવને ઈઝરાયલે સ્વીકાર કરી લીધો છે.
અત્યારે હમાસ તરફથી કોઈ વળતો જવાબ નથી આવ્યો. સોમવારે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂની મુલાકાત પહેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ અલ સીસી સાથે કરી હતી અને હમાસને પ્રસ્તાવ સ્વીકાર કરવા મનાવી લેવા અપીલ કરી છે.


