ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનિજ વહન સામે ભૂસ્તર વિભાગે સતત બે દિવસ સુધી ચાલેલી વિશેષ કામગીરી દરમિયાન કુલ રૂ. 3.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્કોડે વિવિધ વિસ્તારોમાં અચાનક ચેકિંગ અભિયાન ચલાવી ખનીજ ચોરી અને અવૈધ પરિવહન પર કડક કાર્યવાહી કરી હતી
ફૂલવાડી વિસ્તારમાં ગેરકાયદે ખનનની કાર્યવાહી
10 ડિસેમ્બરે, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ફ્લાઈંગ સ્કવોર્ડ સુરત તથા જિલ્લા કચેરી ભરૂચની સંકલિત ટીમે ઝઘડિયાના ફૂલવાડી વિસ્તારમાં સાદી માટીના ગેરકાયદેસર ખનન પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન 1 એક્ઝાવેટર મશીન, 6 ટ્રક અને ડમ્પર સહિત કુલ રૂ. 2.30 કરોડનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
શુકલતીર્થ વિસ્તારમાં રેતીના ગેરકાયદે ખનન પર કાર્યવાહી
11 ડિસેમ્બરે, ભરૂચના શુકલતીર્થ વિસ્તારમાં નર્મદા નદીમાંથી સાદી રેતીના બિનઅધિકૃત ખનન પ્રવૃત્તિને પકડવામાં આવી હતી. અહીંથી 1 એક્ઝાવેટર અને 2 ડમ્પર મળી કુલ રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભૂસ્તર વિભાગની સતત સક્રિયતા
બે દિવસમાં મળીને રૂ. 3.40 કરોડનો મુદ્દામાલ જપ્ત થયા બાદ ભૂસ્તર વિભાગે નિયમ મુજબ આગળની કાર્યવાહી શરૂ કરી છે. વિભાગનું કહેવું છે કે ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણીવાર આકસ્મિક તપાસો ચલાવવામાં આવી છે,
આ પણ વાંચો—- Gujarat Flashback 2025 : આ વર્ષે ડ્રગ માફિયાઓ સામે ગુજરાત પોલીસની અસરકારક કામગિરી, કરોડો રુપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું


