રવિવારે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2025 એડિશનની ત્રીજી મેચમાં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ આમને સામને સામે ટકરાયા છે. ગુજરાત સ્થિત ફ્રેન્ચાઇઝી ટીમ ગુજરાત જાયન્ટ્સ wpl ના શરૂઆતના દિવસે ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે છ વિકેટથી હારી ગઈ હતી. ત્યારબાદ આજે યુપી વોરિયર્સ સામે આજે મેચમાં પ્રવેશ કર્યો છે. WPL 2025 ની પ્રથમ મેચમાં RCB સામે હાર્યા બાદ ગુજરાત જાયન્ટ્સ UPW સામેની આ મેચથી પુનરાગમન કરવા જરૂર ઈચ્છે છે.
વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે WPL 2025 ની ત્રીજી મેચમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્ઝ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. યુપી વોરિયર્સની પ્રથમ ઈનિંગમાં 143 રન કર્યા હતા. 9 વિકેટના નુકશાને 144 રન નો ટાર્ગેટ ગુજરાત જાયન્ટસને આપ્યો છે.
દિપ્તી શર્માએ 144 ના સ્ટ્રાઇક રેટ અને 6 ચોગ્ગા સાથે 39 રન કર્યા હતા. તો ઍલાન કિંગ 1 સિક્સ સાથે 14 બૉલમાં 19 રન સાથે અણનમ રહી હતી.
ગુજરાત જાયન્ટ્સ વુમન સ્ક્વોડ: બેથ મૂની(ડબ્લ્યુ), લૌરા વોલ્વાર્ડ, દયાલન હેમલથા, એશલે ગાર્ડનર(સી), ડિઆન્ડ્રા ડોટિન, સિમરન શેખ, હરલીન દેઓલ, તનુજા કંવર, સયાલી સતઘરે, પ્રિયા મિશ્રા, કશ્વી ગૌતમ, મેઘના સિંહ, ડેનિયલ ગિબ્સન, શૈલબ મેન, પીએચ, મેન, શૈલબેક, મેન કા નાઈક, ભારતી ફુલમાલી.
યુપી વોરિયર્ઝ વુમન સ્ક્વોડ: ચમરી અથાપથુ, વૃંદા દિનેશ, કિરણ નવગીરે, ગ્રેસ હેરિસ, તાહલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા (સી), ઉમા ચેત્રી (ડબ્લ્યુ), સોફી એક્લેસ્ટોન, અંજલિ સરવાણી, ક્રાંતિ ગૌડ, સાયમા ઠાકોર, રાજેશ્વરી ગાયકવાડ, શ્ર્વેના, શ્ર્વેના, શ્ર્વેન્ના, શ્વેતના, શ્વેતના સેહરાવત, પૂનમ ખેમનાર.


