આગની ઘટના બાદ ક્લબના માલિકો સૌરભ અને ગૌરવ લુથરા રાતોરાત થાઈલેન્ડ ભાગી ગયા હતા.
ઇન્ટરપોલ બ્લુ નોટિસ જારી
ગોવાના આર્પોરામાં નાઈટક્લબમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 25 લોકોના મોત થયા હતા. ક્લબના માલિકો સૌરભ અને ગૌરવ લુથરા રાતોરાત થાઈલેન્ડ ભાગી ગયા હતા. અધિકારીઓએ જાહેરાત કરી હતી કે ગોવા પોલીસે બંને સામે ઇન્ટરપોલ બ્લુ નોટિસ જારી કરવા માટે સીબીઆઈનો સંપર્ક કર્યો છે. બંને આરોપીઓને થાઈલેન્ડથી પ્રત્યાર્પણ કરી શકાય છે. લુથરા ભાઈઓ ગોવા આગના મુખ્ય આરોપી છે અને ગોવા નાઈટક્લબના માલિક પણ છે.
સીબીઆઈનો કર્યો સંપર્ક
આરોપી ભાઈઓ, ગૌરવ અને સૌરભને થાઈલેન્ડના ફુકેટથી બેંગલુરુ એરપોર્ટ લાવવામાં આવી શકે છે. બેંગલુરુ પોલીસના એક ખાસ યુનિટને એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગોવા પોલીસે સૌરભ અને ગૌરવ લુથરા સામે ઇન્ટરપોલ બ્લુ નોટિસ જારી કરવા માટે સીબીઆઈનો સંપર્ક કર્યો હતો. અને સાથે જ નાઇટ ક્લબ તોડી પાડવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.
ઇન્ટરપોલ બ્લુ નોટિસ શું છે?
ઇન્ટરપોલ બ્લુ નોટિસ ગુનાહિત તપાસના સંદર્ભમાં વ્યક્તિની ઓળખ, સ્થાન અથવા પ્રવૃત્તિઓ વિશે વધારાની માહિતી એકત્રિત કરવા માટે જારી કરવામાં આવે છે. તે આરોપીઓ ક્યાં રહે છે, તેઓ ક્યાં મુસાફરી કરી રહ્યા છે અને તેઓ કોના સંપર્કમાં છે તે વિશે માહિતી એકત્રિત કરે છે. આ નોટિસ ધરપકડનો આદેશ નથી, પરંતુ માહિતી એકત્રિત કરવાનું કામ કરે છે. ગોવા પોલીસની ભાગેડુઓને શોધવાની વિનંતી અંગે તપાસ એજન્સી ઇન્ટરપોલ સાથે સંપર્કમાં છે. ભારતમાં, સીબીઆઈ બ્લુ કોર્નર નોટિસ માટે ઇન્ટરપોલને વિનંતી કરે છે. બ્લુ નોટિસ રેડ નોટિસની વિરુદ્ધ છે. રેડ નોટિસ માટે ધરપકડની જરૂર હોય છે અને ચાર્જશીટ દાખલ થયા પછી અને વોન્ટેડ વ્યક્તિ સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી થયા પછી જ તે જારી કરી શકાય છે.
આ પણ વાંચોઃ Khajuraho Food Poisoning Case: ખજુરાહો રિસોર્ટમાં ભોજન લીધા બાદ 3 લોકોના મોત, 6ની હાલત ગંભીર


