ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મંગળવારે અધિકારીઓને વાગાટોર બીચ પર આવેલા આગગ્રસ્ત નાઈટક્લબ “રોમિયો લેન” ના ભાગેડુ માલિકો સૌરભ અને ગૌરવ લુથરાની ગેરકાયદેસર નાઇટક્લબને તોડી પાડ્યું છે. સત્તાધીશો દ્વારા બુલ્ડોઝર ચલાવીને નાઇટ ક્લબ તોડી પડાયુ છે. મહત્વનું છે કે આગ લાગ્યાના થોડા કલાકો પછી જ લુથરા ભાઈઓ થાઈલેન્ડ ભાગી ગયા હોવાનું બહાર આવ્યા બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો, જેમાં 25 લોકોના મોત થયા હતા.
સૌરભ અને ગૌરવ લુથરા સામે બ્લુ કોર્નર નોટિસ
ગોવાના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) અનુસાર ઇન્ટરપોલે સૌરભ અને ગૌરવ લુથરા સામે બ્લુ કોર્નર નોટિસ પાઠવી છે. એક વરિષ્ઠ CMO અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સાવંતે ઉત્તર ગોવા જિલ્લા વહીવટીતંત્રને બધી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા અને વાગેટરના બીચ પર આવેલા ઝુંપડીને તોડી પાડવાનો નિર્દેશ આપ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ ઝુંપડી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી.
પોલીસ દિલ્હીથી ગોવા એક આરોપીને લાવ્યા
નાઈટક્લબમાં આગ મામલે ધરપકડ કરાયેલા પાંચમા આરોપી ભરત કોહલીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ રાજ્ય પોલીસ તેને મંગળવારે દિલ્હીથી પણજી લાવ્યા.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કોહલી આગના સંબંધમાં ધરપકડ કરાયેલો પાંચમો આરોપી છે. અગાઉ અંજુના પોલીસે આ ઘટનાના સંદર્ભમાં નાઈટક્લબના ચાર વરિષ્ઠ મેનેજમેન્ટ સભ્યોની ધરપકડ કરી હતી.
https://x.com/ANI/status/1998370548607566232
4 લોકોની કરવામાં આવી હતી ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીના સબઝી મંડી વિસ્તારનો રહેવાસી કોહલી નાઈટક્લબના દૈનિક કામકાજની દેખરેખ માટે જવાબદાર હતો અને ક્લબ મેનેજરની પૂછપરછ દરમિયાન તેનું નામ સામે આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આગ મામલે પહેલા ધરપકડ કરાયેલા ચાર લોકોમાં નાઈટક્લબના ચીફ જનરલ મેનેજર રાજીવ મોડક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજીવ સિંઘાનિયા અને ગેટ મેનેજર રિયાંશુ ઠાકુરનો સમાવેશ થાય છે.


