વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન, આઠ વખતનો બેલોન ડી’ઓર વિજેતા સુપરસ્ટાર લિયોનેલ મેસ્સી 3 દિવસ ભારત મુલાકાતે છે. લાખો દિલોની ધડકન અને મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સી આજે શનિવારે સવારે ભારતમાં આવી ગયા છે. ફૂટબોલર આવતીકાલથી પોતાની GOAT ટુર ઓફ ઈન્ડિયા 2025 શરૂ કરશે. કોલકાતાથી હૈદરાબાદ, મુંબઈથી દિલ્હી સુધી, મેસ્સી ભારતનો પ્રવાસ કરવા તૈયાર છે. GOAT ઇન્ડિયા ટૂર 2025માં લિયોનેલ મેસ્સીનો પ્રવાસ 13 ડિસેમ્બરે પૂર્વ (કોલકાતા) અને દક્ષિણ (હૈદરાબાદ)થી શરૂ થશે, 14 ડિસેમ્બરે પશ્ચિમ (મુંબઈ) સુધી ચાલુ રહેશે અને 15 ડિસેમ્બરે ઉત્તર (દિલ્હી) માં સમાપ્ત થશે.


