ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ગાંધીનગર અને સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કચેરી પંચમહાલના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે સિવિલ લાઇન્સ રોડ પર આવેલી તેલંગ હાઈસ્કુલ ખાતે જિલ્લા કૌશલ્યોત્સવ 2025નું આયોજન આજે તા.9 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું.
આ કૌશલ્યોત્સવમાં પંચમહાલ જિલ્લાના સાતેય તાલુકાઓની કુલ 83 જેટલી શાળાઓના 210 કરતાં વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો, વિદ્યાર્થીઓએ પોતાના વોકેશનલ ટ્રેનરના માર્ગદર્શન હેઠળ વિવિધ ક્ષેત્રોની કૌશલ્યવર્ધક કૃતિઓ રજૂ કરી હતી. જેમાં બ્યુટી એન્ડ વેલનેસ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, એપરલ, કૃષિ વિભાગ, હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ જેવી વિવિધ ટ્રેડ્સની આકર્ષક અને પ્રયોગશીલ કૃતિઓનો સમાવેશ થતો હતો.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક જ્ઞાનની સાથે-સાથે વ્યવસાયિક કૌશલ્યોનો વિકાસ કરાવવાનો હતો, જેથી ભવિષ્યમાં તેઓ રોજગારની દિશામાં આગળ વધી શકે.કાર્યક્રમનું ઉદ્યઘાટન જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકોએ વિવિધ કૃતિઓનું સુક્ષ્મ નિરીક્ષણ કરી મૂલ્યાંકન કર્યું હતું, આમ સ્પર્ધામાં વિજેતા બનેલી કૃતિઓને આગળ ઝોન કક્ષાના કૌશલ્યોત્સવમાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવશે.
https://sandesh.com/maru-saher-maru-gaam


