ઘોઘંબા તાલુકાના કાંટુથી દેવગઢ બારીઆને જોડતા માર્ગ ઉપર કાંટુ ચાર રસ્તાથી ગજાપુરા ત્રણ રસ્તા સુધી મુખ્ય માર્ગની સાઈડ સોલ્ડરિંગ કામગીરી સંલગ્ન વિભાગ દ્વારા નહીં કરાતાં વાહન ચાલકો, રાહદારીઓ અને વિદ્યાર્થીઓ અકસ્માતના ભય વચ્ચે અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે.
ઘોઘંબાથી કાંટુ થઈ દેવગઢ બારીયા ને જોડતા મુખ્ય માર્ગ ઉપર વાવ લવારીયા ગામમાં માર્ગની બંને સાઈડમાં મોટા પ્રમાણમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે જેથી અહીંથી પસાર થતાં રાહદારીઓને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જ્યારે માર્ગ ઉપર કોઈ મોટું વાહન પસાર થતું હોય ત્યારે અહીંથી પસાર થતાં વિદ્યાર્થીઓ સહિતને ઝાડી ઝાંખરામાં રોડમાં કઈ તરફ ઊભા રહેવું જેની ચિંતા સતાવતી હોય છે. વળી જ્યારે બે વાહનો એકબીજા સામેથી પસાર થતા હોય ત્યારે દ્વિચક્રી વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાતા હોય છે અને સતત અકસ્માતના ભય વચ્ચે અહીંથી પસાર થવા મજબૂર બનતા હોય છે. મુખ્ય માર્ગની બંને બાજુએ બોરડી સહિતના ઝાડી ઝાંખરા ઊગી નીકળવાથી અહીં અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે તેમ છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા ચોમાસા બાદ સાઈડ સોલ્ડરિંગ ને લગતી કોઈપણ કામગીરી નહીં કરવામાં આવતાં વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
https://sandesh.com/maru-saher-maru-gaam


