ગોલ્ડ માર્કેટમાં નવુ વર્ષ આવ્યાની પહેલા જ તેજી વધી રહી છે. સોનાની સાથે ચાંદી પણ તેની ઐતિહાસિક કિંમતે પહોંચી રહી છે. ત્યારે 13 ડિસેમ્બરે ફરી એકવાર સોનાના ભાવમાં મોટો ફેરફાર આવ્યો છે.
આજે સોનાનો ભાવ શું?
મલ્ટી કોમોડીટી એક્સચેન્જ પર 5 ફેબ્રુઆરી 2026ની એક્સપાયરી વાળો ગોલ્ડ ફ્યૂચર વાયદા શુક્રવારે 132442 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યો હતો. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે એમસીએક્સ પર સોનું 132469 રૂપિયા ટ્રેડ કરીને બંધ થયો હતો, જાણો 13 ડિસેમ્બરે આજે સોનાનો ભાવમાં અને ચાંદીના ભાવમાં કેટલી વધ-ઘટ થઈ છે.
આજના સોનાનો ભાવમાં સામાન્ય ઘટાડો
13 ડિસેમ્બરની સોનાનો ભાવમાં ગુડ રિટર્નના ભાવ અનુસાર સામાન્ય 270 રૂપિયાનો ઘટાડો થયો છે એટલે આજનો સોનાનો ભાવ 1,33,910 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.
ચાંદીનો ભાવમાં ઘટાડો કેટલો?
ચાંદી ભાવમાં આજે રાહત જોવા મળી છે કારણ કે ગુડ રિટર્નના ભાવ અનુસાર આજે ચાંદીના ભાવમાં 6000નો ઘટાડો નોંધાયો છે એટલે આજે ચાંદીનો ભાવ ₹1,98,000. પ્રતિ કિલોગ્રામ પર છે. સ્થાનિક ઉદ્યોગોમાં વધતી માગ અને આંતરરાષ્ટ્રીય સપ્લાયમાં ઘટાડાને કારણે ચાંદીનો ભાવ સતત વધ-ઘટ થઈ રહી છે.
મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,33,970 | 1,22,800 |
| દિલ્હી | 1,34,070 | 1,22,900 |
| મુંબઈ | 1,33,910 | 1,22,750 |
| કોલકાતા | 1,33,910 | 1,22,750 |
| રાજકોટ | 1,33,970 | 1,22,800 |
| સુરત | 1,33,970 | 1,22,800 |
| વડોદરા | 1,33,970 | 1,22,800 |
ભારતમાં સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાંથી સૌથી મુખ્ય છે સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ, ડોલર-રૂપિયાનો વિનિમય દર, આયાત જકાત અને કર, સ્થાનિક માંગ અને પુરવઠો અને લગ્ન અને તહેવારોની મોસમ.
મિસ્ડ કોલથી જાણો સોનાની હાલની કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રીટેલ દર જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયમાં તમને SMS દ્વારા તાજેતરના દર મળવાની વ્યવસ્થા છે. સતત અપડેટ્સ અને વધુ માહિતી માટે, તમે IBJA વેબસાઇટ અથવા IBJA Rates પ્લેટફોર્મ પર મુલાકાત લઈ શકો છો.
Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.


