ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉઝ બેઝ્ડ દ્વારા થયેલું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ” અંતર્ગત “ગોમય થી વૈશ્વિક ઉકેલો : પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર ગૌમય ના સ્થાપક ડૉ.સીતારામ ગુપ્તા સાથે વિશેષ સંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંવાદ દરમિયાન ગૌમય ના સ્થાપક ડૉ. સીતારામ ગુપ્તાએ પોતાના પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા હતા, જેમાં “ગોમય સમિધ” જેવા નવીન અને પર્યાવરણમિત્ર ઉપાય પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમણે સમજાવ્યું કે પરંપરાગત અંતિમ સંસ્કાર માટે મોટા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ થવાને કારણે જંગલોની કટાઈ અને કાર્બન ઉત્સર્જન જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે, જ્યારે ગોમય સમિધા તેનો અસરકારક અને વૈજ્ઞાનિક વિકલ્પ બની શકે છે, જે ઓછા સંસાધનોમાં વધુ પર્યાવરણલક્ષી પરિણામ આપે છે. આ સાથે તેમણે “ઘર-ઘર ગોમય, હર ઘર ગોમય” અભિયાન દ્વારા સામાન્ય નાગરિકોને પર્યાવરણ સંરક્ષણમાં જોડાવા માટે પ્રેરિત કર્યા અને વ્યક્તિગત સામાજિક જવાબદારી ના મહત્વને ઉજાગર કર્યું.
આ વેબિનારનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી પુરીશ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, રમેશભાઈ ઘેટીયા મો. ૯૮૨૫૭ ૦૫૮૧૩, અમિતાભ ભટ્ટનાગર મો. ૮૦૭૪૨ ૩૮૦૧૭ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.


