- ઓછી વિઝીબિલીટીના કારણે વાહન ચલાવવામાં પણ સમસ્યા
- સવારે 5 થી 10 ફૂટ દૂર ન દેખાય એટલી ગાઢ ધુમ્મસ છવાઈ
- વાહનોની હેડલાઈટ ચાલુ રાખવાની પડી ફરજ
રાજકોટના ગોંડલમાં ગાઢ ધુમ્મસ છવાયુ છે. જેમાં ઓછી વિઝીબિલીટીના કારણે વાહન ચલાવવામાં પણ સમસ્યા થઇ રહી છે. તેમાં વાહનોની હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી છે. ગાઢ ધુમ્મસની ચાદરના કારણે હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા છે.
વાહનચાલકોને ધુમ્મસના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી
ગોંડલમાં ગાઢ ધુમ્મસ છવાઇ છે. જેમાં નેશનલ હાઈવે પર સો મીટર કરતાં પણ ઓછી વિઝીબિલિટી જોવા મળી છે. ઓછી વિઝીબિલિટીના કારણે વાહનોની રફતાર ધીમી પડી છે. વાહનચાલકોને ધુમ્મસના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે વાહન ચાલકોને ફરજીયાત હેડલાઈટ અને પાર્કિંગ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી છે.
સવારે 5 થી 10 ફૂટ દૂર ન દેખાય એટલી ગાઢ ધુમ્મસ છવાઈ
આજે વહેલી સવારે ગોંડલ રાજકોટ અને જેતપુર નેશનલ હાઈવે પર વહેલી સવારે 5 થી 10 ફૂટ દૂર ન દેખાય એટલી ગાઢ ધુમ્મસ છવાઈ હતી. વિઝીબિલિટી ઘટતા હાઈવે પર પસાર થતાં વાહનચાલકોને પરેશાની થઈ હતી અને પોતાના વાહનોની લાઇટ ચાલું રાખવાની ફરજ પડી હતી. તેમજ સવારમાં ઠંડો પવન ફૂંકાતા લોકોએ પણ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. વાદળીયા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોગરમ વસ્ત્રોમાં સજજ જોવા મળ્યા હતા.


