- ગાંધીનગરમાં બુધવારે સરકારી કચેરીના સમયમાં ફેરફાર
- કચેરી સવારે 10:30ના બદલે બપોરે 12 વાગ્યે શરૂ થશે
- સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર પરિપત્ર કર્યો
રાજ્યમાં 4 વર્ષ પછી વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન થઈ રહ્યું છે. જેના માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે બુધવારે ગાંધીનગરમાં સરકારી કચેરીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બુધવારે એટલેકે 10 જાન્યુઆરીના ગાંધીનગરમાં સરકારી કચેરીઓ મોડી શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બુધવારે 10 જાન્યુઆરીના વાયબ્રન્ટ ગુજરાત ની શરૂઆતના કારણે સરકારી કચેરી સવારે 10.30 ની જગ્યાએ બપોરે 12 કલાકે શરૂ થશે. જેના માટે તમામ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકારના આ પરિપત્ર મુજબ એક દિવસ જ એટલે કે 10 જાન્યુઆરીના રોજ તમામ સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી ચાલુ થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી ચાલુ થશે.
વાયબ્રન્ટ સમિટને કારણે ગાંધીનગરમાં ભારે VVIP મૂવમેન્ટમાં વધારો થઈ રહ્યો છે અને ટ્રાફિક સમસ્યા ઉદભવી રહી છે. VVIP મૂવમેન્ટમાં અડચણ ન આવે તે માટે ગાંધીનગરના માર્ગો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી બુધવારે વાયબ્રન્ટ સમિટનું મહાત્મા મંદિર ખાતે ઉદ્ઘાટન કરનાર છે ત્યારે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સરકારે એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.


