- અબુ ધાબીમાં 27 એકરમાં ભવ્ય હિંદુ મંદિર બનીને તૈયાર
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીએપીએસ મંદિરનું કરશે ઉદ્ઘાટન
- પીએમ બે દિવસ યુએઈ રોકાશે, ભારતીયોને સંબોધન પણ કરશે
મુસ્લિમ દેશ સંયુક્ત અરબ અમીરાતમાં હિંદુ મંદિરના ઉદઘાટનનું કાઉ્ન્ટ ડાઉન શરૂ થઈ ચુક્યું છે. આ અગાઉ સોમવારે સાંજે આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજ અબુ ધાબી પહોંચ્યા હતા. સ્વામી મહારાજ મંદિર ઉદઘાટન સમારોહની અધ્યક્ષતા કરશે. તેઓ રાજકીય અતિથિના રૂપમાં અબુ ધાબી પહોંચ્યા છે. 700 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ભવ્ય મંદિરનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.મહંત સ્વામી મહારાજ જેવા અબુ ધાબી પહોંચ્યા ત્યારે નર્તકો, ઢોલ વાદકો અને વૈદિક મંત્રોચ્ચાર કરનારી એક મંડળી દ્વારા અરબી શૈલીમાં સ્વાગત કર્યું હતું. આ આયોજન યુએઈનું પારંપરિક સાંસ્કૃતિક પ્રદર્શન છે. જે સામાન્ય રીતે અહીં આવતા પ્રમુખોના સ્વાગત સમારોહના અવસર પર આયોજિત કરાતું હોય છે.
અબુ ધાબીના એરપોર્ટ પર મહંત સ્વામી મહારાજ પહોંચતા સંયુક્ત અરબ અમીરાતના મંત્રી શેખ નહયાન મબારક અલ નહયાને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તેમને જણાવ્યું કે યુએઈમાં આપનું સ્વાગત છે. અમારો દેશ આપની હાજરીથી ધન્ય બન્યો છે. આપના પ્રભાવથી અમે ખૂબ પ્રભાવિત છીએ. જવાબમાં મહંત સ્વામી મહારાજે કહ્યું કે અમે આપના પ્રેમ અને સન્માનથી પ્રભાવિત થયા છીએ. યુએઈના નેતા મહાન, સારા અને ઉદાર દિલના હોય છે.
આ ભારત-યુએઈ મિત્રતાનો પુરાવો છે
મહંત સ્વામી મહારાજ BAPS સ્વામિનારાયણ સંસ્થા (BAPS) ના ગુરુ છે. મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ મંદિરના પ્રોજેક્ટની દેખરેખ રાખતા બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું હતું કે શાહી સ્વાગત પરમ પવિત્ર પ્રમુખસ્વામી મહારાજની આધ્યાત્મિકતા અને UAE, ભારતના નેતૃત્વની ઉદારતા, પ્રામાણિકતા અને મિત્રતાની કાલાતીત ઉજવણી હતી. અને BAPS. પુરાવા છે.

ભવ્ય મંદિર ક્યાં બાંધવામાં આવ્યું છે?
રાજધાની અબુ ધાબીના અબુ મુરેખા વિસ્તારમાં BAPS હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં સાત શિખરો છે. 402 થાંભલા છે. તેમાં પિંક સેન્ડસ્ટોન અને માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના નિર્માણમાં 40 હજાર ઘન મીટર માર્બલ, 1 લાખ 80 હજાર ઘન મીટર રેતીનો પથ્થર અને 18 લાખ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજસ્થાન અને ગુજરાતના 2 હજારથી વધુ કારીગરોએ મંદિરની કોતરણી કરી છે. આ માર્બલ મેસેડોનિયા, ઇટાલીથી આયાત કરવામાં આવ્યો હતો.

આ હિંદુ ભવ્ય મંદિરની શું વિશેષતા છે
આખા મંદિર પરિસરમાં એક મોટું એમ્ફિથિયેટર છે.
એક ગૅલેરી, એક લાયબ્રેરી, ફુડ કોર્ટ પણ બનાવવામાં આવ્યું છે
પાંચ હજાર લોકોની ક્ષમતા ઘરાવતા બે કમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે.
ગાર્ડન, બાળકો માટે રમતનું મેદાન પણ છે.
મંદિરમાં કલાત્મક કોતરણી અત્યંત સુંદર છે. કોતરણી માટે ભારતીય કલાકારોને અબુ ધાબી બોલાવ્યા હતા
વર્ષ-2015માં ક્રાઉન પ્રિંસે જમીન દાનમાં આપી હતી
અબુ ધાબીના ક્રાઉન પ્રિંસ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને મંદિર નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી. ત્યારબાદ ચાર વર્ષે જાન્યુઆરી 2019માં બીજી
13.5 એકર જમીન અપાઈ જેથી આ મંદિર કુલ 27 એકરમાં બનેલું છે.
અહલાન મોદી કાર્યક્રમની તૈયારી પૂરજોશમાં
આગામી 14 ફેબ્રુઆરીએ મંદિરમાં સદભાવ તહેવારની ઉજવણી કરાશે. આ દિવસે ભવ્ય મંદિરનું ઉદઘાટન કરાશે. વડાપ્રધાન મોદીની યુએઈ યાત્રા પહેલા ભારતીય સમુદાય અહલાન મોદી કાર્યક્રમની તૈયારી કરી રહ્યું છે. પીએમ મોદી મંદિરના ઉદઘાટનના એક દિવસ અગાઉ 13 ફેબ્રુઆરીએ અહલાન મોદીમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે


