By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    18 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    7 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતમાં ફૂટબોલને લઈને વેગ આપવા માટે બદલાતું પરિદ્રશ્ય: પરિમલ નથવાણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

ગુજરાતમાં ફૂટબોલને લઈને વેગ આપવા માટે બદલાતું પરિદ્રશ્ય: પરિમલ નથવાણી

Last updated: 2025/01/02 at 7:02 PM
1 year ago
Share
ગુજરાતમાં ફૂટબોલને લઈને વેગ આપવા માટે બદલાતું પરિદ્રશ્ય: પરિમલ નથવાણી
SHARE

ફૂટબોલ, જેને “સુંદર રમત” તરીકે ઓળખવામાં આવે છે, તેણે ભારતમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, ગુજરાતમાં પણ ફૂટબોલ ક્ષેત્રે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બહુ સારું કામ થઈ રહ્યું છે. ગુજરાતમાં ફૂટબોલના વિકાસમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF), ખાનગી ક્લબો, જિલ્લા ફૂટબોલ એસોસિએશનો અને કોર્પોરેટ કંપનીઓ તથા ખાનગી ઉદ્યમીઓનું બહુ મોટું પ્રદાન છે.

જાણો કઈ ટીમોએ લીધો ભાગ

ગુજરાતમાં ફૂટબોલની વૃદ્ધિ માટે મુખ્ય કારણો પૈકી એક એ છે કે રાજ્યમાં ગ્રાસરૂટ પર ભાર મુકવામાં આવ્યો છે. GSFA એ યુવા સ્તરે ફૂટબોલ પ્રમોટ કરવાની મહત્વની ભૂમિકા અદા કરી છે, ખાસ કરીને બ્લૂ કબ્સ પ્રોગ્રામ મારફતે મહત્વની ભૂમિકા અદા કરી છે. હાલમાં પૂર્ણ થયેલી બ્લૂ કબ્સ ક્લબ ચેમ્પિયનશિપ અમદાવાદના સેન્ટ લોયાલા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ, જેમાં 23 ટીમોએ ભાગ લીધો, જેમાં રાજ્યના વિવિધ જિલ્લા ફૂટબોલ એસોસિએશનોમાંથી 7 ટીમો હતી.

નવા ખેલાડીઓ માટે સારું મંચ

વર્ષ 2023-24માં GSFA દ્વારા યોજાયેલી રાજ્ય બ્લૂ કબ્સ લીગ માં 23 જિલ્લા એસોસિએશનોમાંથી 388 ટીમો પ્રતિસ્પર્ધી હતી, આ લીગ આઠ વર્ષ, દસ વર્ષ અને બાર વર્ષથી નીચેનાં વય જૂથો માટે હતી. 33 જુદાં જુદાં સ્થળોએ તેની મેચો રમાઈ અને 4,200 થી વધુ બાળ ખેલાડીઓએ તેમાં ભાગ લીધો. 313 કોચ અને 178 સંચાલક પ્રતિનિધિઓનું માર્ગદર્શનમાં આ લીગ રમાઈ. GSFA આ રીતે નવા ખેલાડીઓ ઊભા કરવા પણ મંચ પ્રદાન કરે છે.

વ્યાવસાયિક ફૂટબોલને વેગ આપવા માટેનું મહત્વપૂર્ણ પગલું

ગુજરાતમાં ફૂટબોલના વ્યાવસાયિકરણ માટે GSFA એ ગુજરાત સુપર લીગ (GSL)નો પ્રારંભ કર્યો, જે 2024ના મેમાં શરૂ થઈ હતી. આ લીગમાં ગુજરાતના યુવા ઉદ્યોગપતિઓની માલિકીની છ ટીમો હતી, અને દરેક ટીમ પાંચ મેચો સિંગલ-લેગ ફોર્મેટમાં રમી. આ વ્યાવસાયિક ફૂટબોલ લીગની સ્થાપના ગુજરાતમાં વ્યાવસાયિક ફૂટબોલને વેગ આપવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે. GSFA આ લીગને આગામી વર્ષોમાં વધુ વિસ્તૃત, વ્યાપક અને મજબૂત કરવાની યોજના ધરાવે છે. GSFA પુરુષો અને મહિલાઓ માટે વિવિધ ઉંમર શ્રેણીમાં ક્લબ ચેમ્પિયનશિપનું આયોજન કરે છે, આવા કાર્યક્રમો દ્વારા પણ ક્લબ ફૂટબોલ કલ્ચરના વિકાસનો ઉદ્દેશ્ય છે. રાજ્યની ફૂટબોલ ક્લબો અને અકાદમીઓ તરફથી બહુ સારો પ્રતિસાદ મળતો રહે છે.

ફૂટબોલને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકાય છે: પરિમલ નથવાણી

ગુજરાતમાં ફૂટબોલની વૃદ્ધિ એ સૌની દરકારનો વિષય જરુર છે, પરંતુ તેણે હજી પણ ક્રિકેટના સામનો કરવાનો છે કે જે ભારતની મુખ્ય રમત તરીકે પ્રભુત્વ ધરાવે છે. સમયાંતરે, ગુજરાતમાં વધુ મજબૂત ફૂટબોલ ઈકોસિસ્ટમ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. આ માટે રાજ્યમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરની લીગોમાંનું આયોજન, કોચીંગની ગુણવત્તામાં સુધારો, બંધારણોનું અને ખેલાડીઓ, એસોસિએશનો, ક્લબો , વગેરેને આર્થિક પ્રોત્સાહન તથા અન્ય પ્રોત્સાહનોની જરૂર છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થાઓ સાથે ભાગીદારી મજબૂત કરીને વૈશ્વિક નિષ્ણાતોને ગુજરાતમાં બોલાવીને પણ રાજ્યના ફૂટબોલને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકાય છે.

ગુજરાતમાં ફૂટબોલનનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે: પરિમલ નથવાણી

અનેક પડકારો હોવા છતાં, ગુજરાતમાં ફૂટબોલનનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે. ગ્રાસરૂટ અંગેની પ્રાથમિકતાઓ અને પહેલો, વ્યાવસાયિક લીગો અને ખેલાડીઓના વિકાસ પ્રોગ્રામો થકી રાજ્યમાં ફૂટબોલના ભવિષ્ય માટે મજબૂત પાયો નખાઈ ગયો છે. હાલમાં, AIFFની કેન્દ્રિય નોંધણી પ્રણાલી (CRS) હેઠળ GSFA 10,000 થી વધુ નોંધણી કરેલા ખેલાડીઓ ધરાવે છે, જેમાંથી 5,195 ખેલાડીઓ વધુ સક્રિય છે. 2023-24ની સીઝનમાં 4,290 થી વધુ ખેલાડીઓ 553 થી વધુ મેચો રમ્યા અને 3,255 થી વધુ ગોલ કર્યા. આ આંકડાઓ ગુજરાતમાં ફૂટબોલમાં વધતી રુચિ અને આકર્ષણ દર્શાવે છે.

અન્ય ક્ષેત્રોમાં જેમ ગુજરાત અગ્રેસર છે તેમ તેની પાસે ભારતમાં ફૂટબોલ હબ બનવાની સંભાવના પણ છે, રાજ્ય જેમ જેમ આ રમતનો વિકાસ થતો જશે તેમ તેમ તે નવી પેઢીના ખેલાડીઓ, ચાહકો અને સમર્થકો માટે એક તેજસ્વી ભવિષ્ય નિર્માણ કરશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
મોરબી

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

Editor By Editor 6 days ago
અમરેલી, ખાંભા, સા.કુંડલા અને બરવાળામાં કમોસમી વરસાદ
મેવાણીના આક્ષેપો સામે DCP બાંગરવા માટે જનસાગર રસ્તા પર
BAPS મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉપક્રમે યોજાયો ‘એકતા સમારોહ’
BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?