- આઈસ્ક્રીમ પાર્લર અને જ્યૂસ પાર્લરમાં ગેરરીતિ
- SGSTની રેડમાં મોટી ગેરીતિ પકડાઈ હોવાની ચર્ચા
- બિસ્મિલ્લા બ્રાન્ડના ફ્રેન્ચાઇઝીમાં મોટો ખેલ પકડાયો
અમદાવાદ, રાજકોટ, સુરતમાં SGST વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં સુરતમાં 51 રેમ્બો પાર્લર પર દરોડા પડ્યા છે. તેમજ બિસ્મિલ્લા જ્યુસ, મહાલક્ષમી જ્યુસને ત્યાં રેડ પડી છે. SGSTની રેડમાં મોટી ગેરીતિ પકડાઈ હોવાની ચર્ચા છે. બિસ્મિલ્લા બ્રાન્ડના ફ્રેન્ચાઇઝીમાં મોટો ખેલ પકડાયો છે. તેમાં બિસ્મિલ્લા બ્રાન્ડના 29 આઉટલેટ કરાર વિનાના જોવા મળ્યા છે.
મોટા પ્રમાણમાં બિન હિસાબી વ્યવહારો મળ્યા
મોટા પ્રમાણમાં બિન હિસાબી વ્યવહારો મળ્યા છે. તેમજ વ્યવહારોને લગતા દસ્તાવેજ, પુરાવા મળી આવ્યા છે. જ્યુસ માટેના કાચા માલની ખરીદીનો હિસાબ જ નથી. ગ્રાહકો QR Codeથી પેમેન્ટ કરે છે તેમાં પણ ખેલ પકડાયો છે. સુરત શહેરમાં GST ટીમની મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં મોટા આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરો ઉપર દરોડા પાડ્યા છે. જેમાં બિસ્મિલ્લા જ્યુસ, મહાલક્ષમી જ્યુસ અને 51 રૈનબોવને ત્યાં રેડ પાડી છે. રોકડથી થતા વેચાણોમાં મહદઅંશે બિલો આપવાનું ટાળવામાં આવ્યું છે
મોટાભાગના આઈસ્ક્રીમ પાર્લર અને જ્યૂસ પાર્લરમાં ગેરરીતિ સામે આવી
વેચાણો છુપાવવાના આશયથી પેઢીના કર્મચારી અથવા કોઈ સંબંધી/ ત્રાહીત લોકોના QR Code થકી તેમના બેંક એકાઉન્ટમાં પેમેન્ટ જમા લેવામાં આવે છે. અમદાવાદ સહિત રાજ્યમાં આઈસ્ક્રીમ પાર્લર અને જ્યૂસ પાર્લર પર SGST દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. SGST દ્વારા અમદાવાદ, રાજકોટ અને સુરતમાં મોટા ટર્નઓવર ધરાવતા 24 આઈસ્ક્રીમ પાર્લર અને 47 જ્યૂસ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના આઈસ્ક્રીમ પાર્લર અને જ્યૂસ પાર્લરમાં ગેરરીતિ સામે આવી હતી. SGSTના દરોડા દરમિાન આઈસ્ક્રીમ અને જ્યૂસ પાર્લરમાં 40 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ છે.
SGSTની ટીમે 40 કરોડથી વધુની કર ચોરી ઝડપી પાડી
અમદાવાદમાં પટેલ આસ્ક્રીમ, આસ્ટોડિયા જ્યૂસ સેન્ટર, શંકર આઈસ્ક્રીમ અને જ્યસિંહ આઈસ્ક્રીમ દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ સહિત રાજ્યભરમાં SGSTની ટીમ દ્વારા મોટા ટર્નઓવર ધરાવતા 24 આઈસ્ક્રીમ અને 47 જ્યૂસ પાર્લરમાં તપાસ હાથ ધરાતા ગેરરીતિ સામે આવી હતી. SGSTની ટીમે 40 કરોડથી વધુની કર ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


