ગુજરાત રાજ્ય હવે દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે એક અગ્રણી હબ તરીકે ઉભરી આવ્યું છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે આયોજિત ‘રીજનલ AI ઈમ્પેક્ટ કોન્ફરન્સ’ માં આ દિશામાં અનેક ઐતિહાસિક જાહેરાતો કરવામાં આવી હતી. આ કોન્ફરન્સ થકી ગાંધીનગરમાં AI આધારિત ગવર્નન્સનો નવો યુગ શરૂ થયો છે. રાજ્ય સરકારે AI Stack, ક્લાઉડ ગાઇડલાઇન્સ અને વિવિધ વૈશ્વિક MoU (સમજૂતી કરાર) ની જાહેરાત કરીને ટેક્નોલોજીકલ વિકાસ માટે મજબૂત પાયો નાખ્યો છે.
કોન્ફરન્સમાં મહાનુભાવોની હાજરી
આ મહત્વપૂર્ણ કોન્ફરન્સમાં રાજ્યના મુખ્યમંત્રી (CM), નાયબ મુખ્યમંત્રી (DyCM) તેમજ કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ વૈશ્વિક ટેક કંપનીઓના પ્રતિનિધિઓ અને 100 થી વધુ સ્ટાર્ટઅપ્સના સંચાલકો પણ હાજર રહ્યા હતા. આ જાહેરાતો દર્શાવે છે કે ગુજરાત હવે માત્ર ઉદ્યોગનું જ નહીં, પણ ટેક્નોલોજી અને AI આધારિત ડિજિટલ ગવર્નન્સનું પણ મુખ્ય કેન્દ્ર બનવા માટે તૈયાર છે.
આ પણ વાંચો : Surendranagar News : પાટડી તાલુકામાં અકસ્માતે સર્જ્યો માતમ, એરવાડા ગામના ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત, શોકનો માહોલ


