ગુજરાત પોલીસની ટીમ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં આવે છે. આ ઉપરાંત પોલીસ કર્મીઓને પ્રમોશન પણ આપવામાં આવે છે. ત્યારે રાજ્યમાં 2024ના વર્ષ કરતાં 2025ના વર્ષમાં પોલીસની ટીમમાં વધુ પ્રમોશન આપવામાં આવ્યુ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સોશિયલ મીડિયામા પોસ્ટ કરીને જાણકારી અપાઈ હતી કે, કોઈ પણ ટીમમાં પ્રમોશન વધુ મહત્વનું સાબિત થાય છે.
2024માં 7003 પોલીસ અધિકારીઓને પ્રમોશન
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, કોઈપણ માનવશક્તિથી ભરપુર ટીમમાં મનોબળ ઊંચુ રાખવામાં પ્રમોશન મહત્વની ભૂમિકા ભજવે છે. વર્ષ 2024માં ગુજરાત પોલીસમાં 7003 અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમોશન આપવામા આવ્યું હતું. જ્યારે આ વખતે વર્ષ 2025માં 8098 અધિકારીઓ અને કર્મચારીઓનું પ્રમોશન થઈ ચૂક્યું છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલથી લઈને પોલીસ ઈન્સપેક્ટર સુધીના અધિકારીઓનો સમાવેશ થાય છે.
આ રીતે પ્રમોશન અને બદલી નક્કી થાય છે
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓની કામગીરી અને વર્તણૂક અંગે સામાન્ય નાગરિકો અને બુધ્ધિજીવીઓનો અભિપ્રાય લેવામાં આવે છે. આ પ્રક્રિયાનો ઉદ્દેશ્ય પોલીસ અધિકારીઓમાં ફરજ પ્રત્યે સમર્પણ, સચોટ અભિગમ અને લોકોની અપેક્ષાઓ પ્રત્યે સંવેદનશીલતા કેળવવાનો છે.આ અભિપ્રાયોના આધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બઢતી (પ્રમોશન) અને બદલીના નિર્ણયો લેવામાં આવે છે, જે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત છે.આ સિવાય, અમદાવાદ પોલીસમાં કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશનમાં પરિવારને સાથે રાખવાની પણ પહેલ શરૂ કરાઈ છે.
આ પણ વાંચો Mehsanaની ટૂંકી મુલાકાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, વિકાસ કાર્યોની સમીક્ષા કરી
:


