- રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
- આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આવશે
- કાલે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. કાલે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી
રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તેમજ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. તથા બોટાદ, ધોળકા, સુરેન્દ્રનગરમાં પણ વરસાદી ઝાપટાની આગાહી કરાઇ છે.
આજે અમદાવાદ, આણંદ, ભરૂચના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે
15મી ઓગસ્ટ બાદ એટમોસ્ટફિયરીક વેવને લીધે બંગાળ ઉપસાગર સક્રિય થશે જેના પગલે વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. તેમજ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પોરબંદર, ખેડા, વડોદરા, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા રહેલી છે. જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, , ભાવનગર તથા રાજકોટ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.