- રાજપીપળામાં પવન સાથે વરસાદ શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ
- રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો
- અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે
ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે વિવિધ શહેરોમાં વરસાદ શરૂ થયો છે. જેમાં નર્મદાના રાજપીપળામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમાં રાજપીપળામાં પવન સાથે વરસાદ શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. જેમાં રાજપીપળા સહિત આસપાસના ગામોમાં વરસાદ આવતા ખેડૂતોએ કુદરતનો આભાર માન્યો છે.
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં અમરેલી, લાઠી, લીલીયા, બાબરામાં વરસાદ શરૂ થતા રસ્તા પર પાણી પાણી જોવા મળ્યુ છે. તેમજ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવતા ખેડૂતોમાં ઉત્સાહ વધ્યો છે. બાબરાના ચરખા, ચમારડી, નીલવડા, વાવડીમાં વરસાદ શરૂ થયો છે. સાવરકુંડલા અમરેલી, લાઠી, લીલીયા બાદ બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો છે. ગાજવીજ સાથે બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તા નદિ જેવા બન્યા છે.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો
બાબરાના ચરખા, ચમારડી, નીલવડા, વાવડી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણ પલટાયુ છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તથા વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી છે. તેમજ રાજપીપળા સહિત આજુબાજુ ગામોમાં વરસાદનું આગમન થયુ છે. સવારથી જ વાદળ છાયુ વાતાવરણ હતુ જે બાદ બપોરે વરસાદ પડ્યો છે. ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકોને આંશિક રાહત થઇ છે. રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.
છેલ્લા 24 કલાકમાં 10 જિલ્લામાં વરસાદ પડ્યો
ન્યારા સહિતના ગામોમાં વરસાદ આવ્યો છે. જેમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઇ છે. સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યુ છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે. ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા ઘણાં દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયામાં છ કલાકમાં સાડા નવ ઈંચ વરસાદ ખાબક્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં 10 જિલ્લામાં વરસાદ પડ્યો છે.


