- ચૂંટણી પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ માતાજીના શરણે
- સ્વખર્ચે માતાજીની સાડી, ફૂલહાર, તલવાર અને પ્રસાદ ભોગ ધરાવશે
- માતાના મઢે દર્શન કરીને કચ્છમાં પ્રચંડ પ્રચાર કરશે
લોકસભાની ચૂંટણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કચ્છથી પ્રચંડ પ્રચાર શરૂ થશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છમાં આશાપુરા માતાના દર્શને જશે ત્યાં રાજ્યની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરશે. ચૂંટણી પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ માતાજીના શરણે ગયા છે. માતાના મઢે દર્શન કરીને કચ્છમાં પ્રચંડ પ્રચાર કરશે.
ગાંધીનગરથી વસ્તુઓ સાથે લઈ જઈ પૂજન અર્ચન કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વખર્ચે માતાજીની સાડી, ફૂલહાર, તલવાર અને પ્રસાદ ભોગ ધરાવશે. તેમજ ગાંધીનગરથી આ વસ્તુઓ સાથે લઈ જઈ પૂજન અર્ચન કરી રાજ્યની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરશે. મુખ્યમંત્રી પોતાના કાર્યકાળમાં સૌપ્રથમ વખત માતાના મઢે જશે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણીલક્ષી કાર્યક્રમને લઇને કચ્છ પહોંચશે, અહીંથી સીએમ ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર શરૂ થશે. આજે ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં સીએમ મેગા રેલી કરશે, આ ઉપરાંત માતાના મઢના દર્શન પણ કરશે.
ભૂપેન્દ્ર પટેલ વિનોદ ચાવડાના સમર્થનમાં પ્રચંડ પ્રચાર કરવા મેદાનમાં ઉતરશે
કચ્છના નખત્રાણામાં તેઓ એક મોટી જનસભાને સંબોધિત કરશે. ભૂપેન્દ્ર પટેલ ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં પ્રચંડ પ્રચાર કરવા મેદાનમાં ઉતરશે. ખાસ વાત છે કે, આજે ભૂપેન્દ્ર પટેલ પોતાની જનસભા અગાઉ કચ્છમાં માતાના મઢે દર્શન કરશે, આશાપુરા માતાના ચરણોમાં શીશ ઝૂકાવશે, આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલ માતાજીને સાડી અને ફૂલહાર ચઢાવીને તલવાર અને પ્રસાદનો ભોગ પણ લગાવશે.


