ગુજરાતમાં ભાજપના નવા અધ્યક્ષની નિમણૂક બાદ રાજ્ય સરકારમાં નવા મંત્રી મંડળની રચના કરવામાં આવી છે. હવે રાજ્યમાં ભાજપના સંગઠનના વિસ્તરણ અંગે ચર્ચાઓ તેજ બની છે. વડાપ્રધાન નિવાસ સ્થાન ખાતે આજે ગુજરાત ભાજપના સંગઠન અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠન અંગે ચર્ચાઓ કરાઈ હતી. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ હાજર રહ્યા હતાં.
મહિલાઓને પણ પ્રાધાન્ય અપાય તેવી પણ શક્યતાઓ
ભાજપના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં ગુજરાત ભાજપના નવા માળખાને લઈને ચર્ચાઓ કરાઈ હતી. નવી ટી મમાં પ્રાદેશિક જાતિ સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવે તેવો નિર્ણય લેવાયો હોવાની વિગતો પણ સુત્રો જણાવી રહ્યાં છે. કેટલાક જૂના ચહેરાઓને બાકાત રખાત તેવી પણ શક્યતાઓ છે.નવા અને યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવા પણ બેઠકમાં ચર્ચાઓ થઈ હતી. આ ઉપરાંત ભાજપની ટીમમાં મહિલાઓને પણ પ્રાધાન્ય અપાય તેવી પણ શક્યતાઓ છે. દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાન ખાતે અઢી કલાક સુધી બેઠક ચાલી હતી.
વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે મુલાકાત
ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દિલ્હી દોડી ગયા હતાં. ત્રણેય નેતાઓ એક સાથે દિલ્હી જતાં ગુજરાત ભાજપમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર સાથે પણ તેમને મુલાકાત કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ ત્રણેય નેતાઓએ સંગઠનને લઈને ચર્ચાઓ કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
આ પણ વાંચોઃ India News: બિહારમાં મંત્રી રહેલા નીતિન નબિન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ


