ગુજરાત પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતી (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની ભરતી) માટે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં શારીરિક પરીક્ષા લેવામાં આવશે. આ અંગે પોલીસ ભરતી બોર્ડ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવી છે. જે કારણે પોલીસ ભરતીના ઉમેદવારો માટે શારીરિક કસોટીની તૈયારી કરવા માટે એક માસ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે.
અરજી કરવાની છેલ્લી તારીખ
ઉલ્લેખનીય છે કે, પોલીસ ભરતી (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની ભરતી)માં તારીખ 3 ડિસેમ્બરથી તારીખ 23 ડિસેમ્બર, 2025 (11:59 PM) સુધી ઓનલાઇન અરજી કરી શકશે. આ અંગેની વિગતવારની જાહેરાત / સૂચનાઓ તા.03-12-2025ના રોજ https://ojas.gujarat.gov.in પર જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી https://ojas.gujarat.gov.in પર ઓનલાઈન કરવાની રહેશે.
https://x.com/GPRB_GNR/status/1999025971312341319
ભરતીમાં જગ્યાની વિગતો
- બિન હથિયારી PSI – 659
- હથિયારી PSI – 129
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 6942
- હથિયારી પોલીસ કોનસ્ટેબલ – 2458
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ( SRPF ) – 3002
- જેલ સિપાઈ ( પુરુષ ) – 300
- જેલ સિપાઈ ( મહિલા ) – 31
- કુલ જગ્યા 12,733


