- રાજસ્થાન તરફ સક્રિય સિસ્ટમથી વરસાદની આગાહી
- માછીમારોને દરિયો ન ખેડવલાની સલાહ આપવામાં આવી છે
- આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચમાં હળવા વરસાદની આગાહી
રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, પાટણમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં મહેસાણા, સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી સાથે અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ ખેડા, નડિયાદ તથા આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચમાં હળવા વરસાદની આગાહી છે.
રાજસ્થાન તરફ સક્રિય સિસ્ટમથી વરસાદની આગાહી
સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા દાદરાનગર હવેલી, દમણ, જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી સાથે અમરેલી, પોરબંદર તથા દ્વારકા, ગીર સોમનાથ તેમજ ભાવનગરમાં હળવા વરસાદની આગાહી છે. રાજસ્થાન તરફ સક્રિય સિસ્ટમથી વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, હાલમાં ચોમાસું તેની મૂળ સ્થિતિમાં પહોંચી ગયું છે, જેના કારણે ઉત્તર ભારતના બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને દિલ્હીમાં સતત વરસાદ પડશે.
માછીમારોને દરિયો ન ખેડવલાની સલાહ આપવામાં આવી છે
પર્વતોમાં પણ આવી જ સ્થિતિ રહેશે અને ઉત્તર પૂર્વમાં ઉત્તરાખંડ, સિક્કિમ, આસામ અને મણિપુરના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં છેલ્લા પંદર દિવસથી પહાડોમાં રેકોર્ડબ્રેક વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં 140થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. તેમજ આ સમયેઉત્તરાખંડની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે.હવામાન વિભાગ પ્રમાણે કર્ણાટક અને કેરળની સાથે અરબી સમુદ્રના ઘણા ભાગોમાં 35 કિમી પ્રતિ કલાકથી 45 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે વાવાઝોડાની આગાહી કરી છે. બંગાળની ખાડીના ઘણા ભાગો, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના ભાગો, ગંગાના મેદાનો પર 45 કિમી પ્રતિ કલાકથી 55 કિમી પ્રતિ કલાક અને 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવલાની સલાહ આપવામાં આવી છે.